ગુજરાતના આ મંદિરમાં ભગવાન હનુમાન ખુદ તોડે છે ભક્તો માટે નારિયેળ

By : krupamehta 03:44 PM, 21 December 2018 | Updated : 03:44 PM, 21 December 2018
ભારતમાં ઘણા એવા મંદિર છે જે પોતાના અનોખા રિતી રિવાજ અને ચમત્કાર માટે જાણીતા છે. નારિયેળનું આપણા આધ્યાત્મિક જીવનમાં ખૂબ મોટું મહત્વપૂર્ણ મહત્વ રહ્યું છે. નારિયેળને ખૂબ પવિત્ર ફળ માનવામાં આવે છે. મંદિરોમાં પણ ભગવાનને નારિયેળ ચઢાવવાની પરંપરા છે. અનુમાન લગાવો કે દરરોજ મંદિરોમાં કેટલા નારિયેળ ચઢાવવામાં આવે છે. નારિયેળ ભગવાનને ચઢાવ્યા બાદ આપણે એને પ્રસાદના રૂપમાં ઘરે લઇને જતા રહીએ છીએ પરંતુ નારિયેળનું પાણી બરબાદ થઇ જાય છે. નારિયેળનું પાણી આવી રીતે બરબાદ થવું કેટલું ખોટું છે. એ વાતને બોટાદ જિલ્લાના સારંગપુરમાં એક હનુમાન મંદિરના પ્રબંધકોએ ધ્યાનમાં રાખી. મંદિરના પ્રબંધકોએ સાફ સફાઇને પણ ધ્યાનમાં રાખીને મંદિરના પ્રવેશ દ્વાર પર હનુમાનજીની એક મોટી પ્રતિમા સ્થાપિત કરી એમાં મશીન લગાવ્યું છે. આ અનોખા મશીન મંદિરમાં સાફ સફાઇ કરતા લોકોનું કામ સરળ કરે છે. 

મંદિરના પ્રવેશ દ્વાર પર આ મૂર્તિનું મોઢું ખુલ્લું છે. જે ભક્તને ભગવાનને નારિયેળનો ભોગ લગાવવાનો હોય એ આ મૂર્તિની અંદર નારિયેળ નાંખી દે. પછી ચઢાવેલું નારિયેળ પ્રસાદના રૂપમાં ભગવાન હનુમાનના હાથના રસ્તેથી પાછું આવી જાય છે. ત્યારબાદ નારિયેળ પાણી અને છોતરાં અંદરની ટેંકમાં એકત્રિત થઇ જાય છે. જણાવી દઇએ કે સારંગપુરમાં બિરાજમાન કષ્ટભંજન હનુમાન અહીંયા મહારાજાધિરાજાના નામથી રાજ કરે છે. એ સોનાના સિંહાસન પર બિરાજીને પોતાના ભક્તોની ઇચ્છા પૂરી કરે છે. કહેવાય છે કે આ મંદિરમાં ભક્તોની તમામ તકલીફની સારવાર થાય છે. Recent Story

Popular Story