બ્રેકિંગ ન્યુઝ

logo
logo

RCBvSRH: રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની 35 રને જીત, RCB 206/7 (20), SRH 171/8 (20)

logo

108 ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે સી આર પાટીલની મુલાકાત, ક્ષત્રિય સમાજનો રોષ માત્ર પરશોત્તમ રૂપાલા સામે છે, ઘણા આગેવાનો રાજકોટ સભા ગયા હતા તે મળવા માટે આવ્યા છે, તેમણે કહ્યું છે કે રોષ ભાજપ સામે કે નરેન્દ્ર મોદી સામે નથી, માત્ર રૂપાલા સામે છે

logo

ક્ષત્રિય સમાજને ફરી અપીલ કરું છે કે તમારી લાગણી દુભાઈ છે ક્ષમા આપવા અમારી વિનંતી છે: સી આર પાટીલ

logo

રાજસ્થાનના જેસલમેરમાં વાયુસેનાનું ટોહી વિમાન ક્રેશ થયું, ઢાણીના જજિયા ગામ પાસે ક્રેશ થયા બાદ વિમાન આગમાં ખાક, ટોહી વિમાન માનવ રહિત વિમાન છે

logo

વધુ એકવાર કચ્છની ધ્રૂજી ધરા, કચ્છના ગઢશીશામાં અનુભવાયો ભૂકંપનો આંચકો, રિક્ટર સ્કેલ પર 2.9ની નોંધાઈ તીવ્રતા, ગઢશીશાથી 27 કિ.મી. દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ

logo

વડોદરાના હરણી તળાવમાં દુર્ઘટના કેસ: ગુજરાત હાઇકોર્ટે ખાતાકીય અને આર્થિક તપાસના આપ્યા આદેશ, શહેરી વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી કરશે તપાસ ,18 જાન્યુઆરીએ હરણી દુર્ઘટનામાં 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના થયા હતા મોત

VTV / ગુજરાત / ભાવનગર / Kashtabhanjan Dev Hanumanji Mandir Salangpur Darshan arti Timing

બોટાદ / સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણીઃ જાણીલો શોભાયાત્રા, મારુતિ યજ્ઞ, આરતી અને દર્શનની તમામ માહિતી

Hiren

Last Updated: 05:22 PM, 15 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આવતીકાલે સાળંગપુરમાં હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવશે. ત્યારે હાલ સાળંગપુરમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે જાણીલો સમગ્ર કાર્યક્રમ...

  • આવતીકાલે સાળંગપુરમાં હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણી
  • શનિવાર અને હનુમાન જન્મોત્સવનો અનોખો સંયોગ 
  • સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે નીકળશે ભવ્ય શોભાયાત્રા
  • પંચમુખી સમૂહ મારુતિ યજ્ઞ યોજાશે

આગામી 16 એપ્રિલના રોજ હનુમાન જન્મોત્સવની સમગ્ર દેશમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવશે. ત્યારે બોટાદ જિલ્લાના સાળગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે પણ વિશેષ ઉજવણીની તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. હનુમાન જયંતિના દિવસે મંદિરમાં મારુતિ યજ્ઞ, હાથી ઘોડા, વિવિધ બેન્ડ અને હજારોની સંખ્યામાં હરિભક્તોની હાજરીમાં ભવ્ય પોથીયાત્રા તેમજ હનુમાનજી મહારાજને 56 ભોગ ઘરાવાશે. શોભાયાત્રામાં 4 ગજરાજ આકર્ષણનું કેન્દ્ર હશે. નારાયણ કુંડ થી નિજ મંદિર સુધી સાધુ-સંતો સહિત ભક્તો શોભાયાત્રામાં જોડાશે. હાલ તો વિશેષ આયોજનને લઇને મંદિર પ્રશાસન દ્વારા તડામાર તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.

પંચમુખી સમૂહ મારુતિ યજ્ઞ યોજાશે

શિરડી અને તિરૂપતિ બાલાજી જેવી હાઈટેક વ્યવસ્થા સાળંગપુરમાં કરવામાં આવી છે. સાળંગપુરમાં એક જ દિવસમાં લાખો ભક્તો દર્શન કરશે. 5 લાખથી વધુ ભક્તો દર્શન કરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. સાળંગપુરમાં 3 હજારથી વધારે સ્વંયસેવકો ખડે પગે સેવા આપી રહ્યા છે. હનુમાન જયંતીમાં દિવસે સવારે પંચમુખી સમૂહ મારુતિ યજ્ઞ યોજાશે. યજ્ઞમાં 1000 હજારથી વધુ ભક્તો જોડાશે. દેશના 50થી વધુ પ્રાંતના વિદ્વાન બ્રાહ્મણો યજ્ઞ કરાવશે.

સાળંગપુર હનુમાનજીની આરતીનો સમય

  • સવારે 5:15 કલાકે યોજાશે મંગળા આરતી 
  • સવારે 7 કલાકે યોજાશે શણગાર આરતી
  • બપોરે 11:30 કલાકે અન્નકૂટ આરતી યોજાશે 
  • સાંજે 7 કલાકે યોજાશે સંધ્યા આરતી
  • સવારે 5:15 કલાકથી સતત રાત્રે 9 વાગ્યા સુધી થઇ શકશે દાદાના દર્શન

દાદાના કરો ઓનલાઇન દર્શન

દરવર્ષે હનુમાન જન્મોત્સવ નિમિત્તે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ કષ્ટભંજન મંદિરે દર્શન અર્થે પહોંચે છે. ત્યારે મંદિર દ્વારા કષ્ટભંજનદેવના લાઈવ દર્શન અને ફોટો દર્શન કરવા માટે ઓનલાઇન સુવિધા ઉપલબ્ધ કરાઈ છે. http://salangpurhanumanji.org પર તમે ઓનલાઇન દર્શન કરી શકશો.

શનિવાર અને હનુમાનજીના જન્મોત્સવનો અનોખો સંયોગ 

16 એપ્રિલે શનિવાર અને હનુમાનજીના જન્મોત્સવનો અનોખ સંયોગ છે.  ત્રેતા યુગમાં હનુમાનજીનો જન્મ મંગળવારે થયો હતો. તેમના પિતા કેસરી અને માતા અંજની હતાં. આ કારણે દર મંગળવારે હનુમાનજીની ખાસ પૂજા કરવામાં આવે છે. તેના સિવાય શનિવાર પણ હનુમાનજીનો પ્રિય દિવસ છે. આ વર્ષે હનુમાન જયંતીએ શનિ મકર રાશિમાં રહેશે. આવો યોગ 31 વર્ષ પછી બની રહ્યો છે. હનુમાન જયંતી ચૈત્ર મહિનાની પૂનમના દિવસે ઊજવવામાં આવે છે. હનુમાનજીના જન્મોત્સવે દીવો પ્રગટાવો અને હનુમાન ચાલીસા-સુંદરકાંડના પાઠ કરો. અડદના લોટથી દીવો પ્રગટાવીને સૂત્તરના દોરાથી દીવેટ બનાવો, કોઈપણ તેલનો દીવો પ્રગટાવવો. હનુમાનજીને સિંદૂર ચઢાવો.

કષ્ટભંજન સાળંગપુર હનુમાનજીનો મહિમા

બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાના સાળંગપુર ખાતે કષ્ટભંજન હનુમાનજીનું મંદિર છે. તે સાળંગપુરના હનુમાન તરીકે પણ પ્રસિદ્ધ છે. આ મંદિર સ્વામિનારાયણ સંપ્રદાયની વડતાલ ગાદીના તાબામાં આવે છે. મંદિરના ઈષ્ટદેવ કષ્ટભંજન હનુમાનદાદાની મૂર્તિની સ્થાપના સ્વામિનારાયણ સંપ્રદાયનાં ગોપાળાનંદ સ્વામીએ કરી હતી. ગામના દરબાર વાઘા ખાચરને વ્યવહાર મંદ હતો ત્યારે ભગવાન સ્વામિનારાયણના પ્રથમ કોટિનાં સંત ગોપાળાનંદ સ્વામીએ આ હનુમાનજીની પ્રતિષ્ઠા કરી. તે વખતે હનુમાનજીનું શરીર ધ્રુજવા લાગ્યુ. ત્યારે ગોપાળાનંદ સ્વામીએ કાષ્ઠની લાકડી વડે મૂર્તિને સ્થિર કરી દૈવત મૂક્યું. તે વખતથી આ મંદિરમાં ભુત-પ્રેત-પિશાચ-ડાકણ-વળગણનો નાશ કરવા ભક્તો ઉમટી પડે છે. હાલમાં જે નવા પ્રકારનું મંદિરનું બાંધકામ છે તે શાસ્ત્રીજી મહારાજે કરાવ્યું હતું. તેઓ લગભગ ઇ.સ. ૧૮૮૦ની આજુબાજુ મહંત પદ પર રહ્યા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ