બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / કાશ્મીરમાં દર્દનાક દુર્ઘટના! BSF જવાનોથી ખચોખચ ભરેલી બસ ખીણમાં ખાબકી, 4 શહીદ, 28 ઘાયલ

બડગામ / કાશ્મીરમાં દર્દનાક દુર્ઘટના! BSF જવાનોથી ખચોખચ ભરેલી બસ ખીણમાં ખાબકી, 4 શહીદ, 28 ઘાયલ

Last Updated: 08:10 PM, 20 September 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

BSF જવાનોથી ભરેલી બસ જ્યારે બડગામના બ્રિલ ગામ પાસેથી પસાર થઇ રહી હતી તે સમયે અચાનક બસના ડ્રાઇવરે બસ પર કાબુ ગુમાવતા બસ લપસીને નીચે ખાડામાં પડી હતી. આ ઘટનામાં 4 ના મોત થયા હતા.

કાશ્મીરના બડગામમાં એક મોટો અકસ્માત થયો છે. જેમાં શુક્રવારે BSF જવાનોથી ભરેલી બસ કાબૂ બહાર નીકળી ગઈ અને ખાડામાં પડી ગઈ. આ બસમાં કુલ 36 સૈનિકો હતા, જેમાંથી અત્યાર સુધીમાં 4ના મોત થયા છે અને 28 ઘાયલોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

ડ્રાઇવરે બસને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો

મળતી માહિતી મુજબ જ્યારે સૈનિકોથી ભરેલી બસ બડગામના બ્રિલ ગામ પાસે પહોંચી ત્યારે બસના ડ્રાઈવરે અચાનક તેના પરથી કાબુ ગુમાવી દીધો હતો. કહેવામાં આવી રહ્યું છે કે ડ્રાઈવરે બસને કાબૂમાં લેવાનો ઘણો પ્રયાસ કર્યો પરંતુ તે નિષ્ફળ ગયો અને બસ થોડીવાર માટે રોડ પર લટકતી રહી અને રસ્તાથી કેટલાય ફૂટ નીચે ખાડામાં પડી ગઈ.

આસપાસના ગામોના લોકોએ મદદ કરી

બસ જોરદાર અવાજ સાથે પથ્થરો સાથે અથડાઈ હતી. જેના કારણે BSF જવાનોને ઘણી ઈજાઓ થઈ હતી. જોરદાર ધડાકા જેવો અવાજ સાંભળીને આસપાસના ગામડાના લોકો મદદ માટે અકસ્માત સ્થળ તરફ દોડી આવ્યા હતા. આ અંગે ફાયર વિભાગ અને પોલીસને જાણ કરવામાં આવી હતી. રેસ્ક્યુ ટીમ ઘટનાસ્થળે પહોંચી અને બસમાંથી જવાનોને બહાર કાઢવાની પ્રક્રિયા શરૂ કરી દીધી.

વધુ વાંચો : તિરુપતિ બાલાજીના લાડુને લઈ વિવાદ, જાણો કેવી રીતે લાખો ભક્તો માટે બનાવાય છે પ્રસાદલાડુ બનાવવા માટે કઈ સામગ્રી છે?

એજન્સીઓ તપાસમાં લાગેલી છે

આ અકસ્માતમાં ખરાબ રીતે ઘાયલ થયેલા ચાર જવાનોના મોત થયા છે. જ્યારે 28 ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. ઘટના સ્થળે પોલીસ અને સેના બચાવ કાર્યમાં લાગેલી છે. બીજી તરફ જમ્મુ-કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી ચાલી રહી છે. ત્યારે આ ઘટનાને લઇ તપાસ એજન્સીઓ દરેક એંગલથી આ અકસ્માતની તપાસ કરી રહી છે.

વધુ વાંચો : તિરુપતિ પ્રસાદ વિવાદ પહોંચ્યો આંધ્ર પ્રદેશ હાઈકોર્ટમાં, જગન મોહન રેડ્ડીની પાર્ટીએ કરી આ મોટી માગ

સંકળાયેલા મુદ્દાઓ

BSF news Kashmir road accident news Kashmir road accident BSF jawan died
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ