કાશ્મીર /
Kashmir Election Result : ગુપકાર 112 બેઠક અને ભાજપ 74 પર આગળ, ઓમર અબ્દુલ્લાએ કહ્યું આ પરિણામો ભાજપને લપડાક
Team VTV07:05 PM, 22 Dec 20
| Updated: 09:43 PM, 22 Dec 20
જમ્મૂ કાશ્મીરમાં જિલ્લા વિકાસ પરિષદનાં આજે પરિણામ આવી રહ્યા છે જેમાં કુલ 280 બેઠક પર મતગણતરી થઇ રહી છે અને 2178ની કિસ્મત દાવ પર છે. આ વખતે ભારતીય જનતા પાર્ટી અને કાશ્મીરની સ્થાનિક પાર્ટીઓ વચ્ચે મુકાબલો થયો છે. ભાજપે કાશ્મીર ઘાટીમાં 1 બેઠક પર જીત મેળવવા પક્ષમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
6 જિલ્લામાં ભાજપને બહુમતિ
વલણોમાં, જમ્મુ પ્રદેશના 6 જિલ્લાઓમાં ભાજપ બહુમતીનો આંકડો પાર કરી ગયો છે. જમ્મુ ક્ષેત્રમાં કુલ 10 જિલ્લાઓ છે, જેમાંથી જમ્મુ, સામ્બા, કઠુઆ, ઉધમપુર, ડોડા અને રેસાઇમાં ભાજપ બહુમતીનો આંકડો પાર કરી ગયો છે.
પીડીપી ચીફ મહેબૂબા મુફ્તીએ તેના યુવા ઉમેદવારને આપ્યા અભિનંદન
પીડીપી ચીફ મહેબૂબા મુફ્તીએ તેના યુવા ઉમેદવાર વહીદ પરાની જીતને અભિનંદન પાઠવ્યા છે. વહીદ પારા હાલમાં જેલમાં છે. વહિદની NIAએ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી. વહીદની જીત પર મહેબૂબા મુફ્તીએ ટ્વીટમાં લખ્યું છે કે નોમિનેશન ફાઇલ કર્યા પછી તરત જ બેકાબૂ આરોપોમાં ધરપકડ કરવા છતાં, જનતાએ વહીદ પ્રત્યેનો પ્રેમ અને વિશ્વાસ બતાવ્યો છે.
પરિણામો ભાજપને લપડાક છે : ઓમર અબ્દુલ્લા
ઓમર અબ્દુલ્લાએ કહ્યું, "હવે જો ભાજપ અને તેનો 'પ્રોક્સી' રાજકીય પક્ષ લોકશાહીમાં માને છે, જેવું તેમણે પહેલાં કહ્યું હતું તો તેમણે તેમના નિર્ણયો હવે પાછા ખેંચી લેવા જોઈએ અને આ પ્રદેશના લોકોના નિર્ણયોનો આદર કરવો જોઈએ. અબ્દુલ્લાએ કહ્યું DDCની ચૂંટણીમાં ભાજપે પ્રચાર માટે ઘણા કેન્દ્રીય મંત્રીઓ અને નેતાઓ મોકલ્યા હતાં. ભાજપે આ ચૂંટણીને 2019ની પોતાની નીતિઓને જનમત સંગ્રહમાં પરિવર્તિત કરી દીધો. પરંતુ હવે ભાજપ સમજી ગયું હશે કે લોકો શું ઈચ્છી રહ્યાં છે.
ગુપકાર ગઠબંધન આગળ
અત્યાર સુધીના વલણોમાં, ગુપકાર ગઠબંધન 114 બેઠકો પર આગળ છે. ભાજપ 74 બેઠકો પર આગળ છે. કોંગ્રેસના 26 ઉમેદવારો આગળ છે. JKAP 11 બેઠક પર આગળ છે. અન્ય 54 બેઠકો પર આગળ છે.
ભાજપે કાશ્મીર ખીણમાં ત્રણ બેઠકો જીતી
મંગળવાર બપોર સુધી (4 વાગ્યા સુધી)ના પરિણામો મુજબ ભારતીય જનતા પાર્ટીએ કાશ્મીર ખીણની ત્રણ બેઠકો જીતી લીધી છે. પુલવામા જિલ્લામાં મુન્ના લતીફ, બાંદીપોરાના તુલાઇલમાં એજાઝ ખાન, શ્રીનગરના ખાનમોહમાં એન્જિનિયર એજાઝ. ભાજપના એજાઝે જણાવ્યું હતું કે તેમની જીતનો શ્રેય પીએમ નરેન્દ્ર મોદીને આપ્યો હતો. એજાઝ હુસેને કહ્યું કે તેમની જીત ગુપકાર નેતાઓને કડક જવાબ છે.
174 બેઠક પરના વલણ (રાત્રે 9 વાગ્યા સુધી)
PAGD- 114
BJP- 74
INC- 26
JKAP- 11
અન્ય- 54
ઉલ્લેખનીય છે કે, જમ્મૂ કાશ્મીર ડીડીસી ચૂંટણીમાં બધી જ 280 બેઠકો પર પેપરથી વોટ નાખવામાં આવ્યા હતા અને આજે મતગણતરી શરુ કરવામાં આવી છે. આશા છે કે સાંજ સુધી બધા જ પરિણામો આવી જશે. ભાજપ નેતા રવીન્દ્ર રૈનાએ દાવો કર્યો છે કે જમ્મૂની સાથેસાથે કાશ્મીરમાં પણ ભાજપ આગળ આવશે.
નોંધનીય છે કે આ ચૂંટણી આઠ ચરણમાં થઇ હતી જેમાં 51.42 ટકા મતદાન થયું હતું. આજે ત્રીસ લાખથી વધારે મતોની ગણતરી કરવામાં આવશે જેમાં 280 ડીડીસી બેઠક પર 2178 ઉમેદવારોના ભાગ્યનો ફેંસલો થશે.