બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / શું ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ માટે રાખી શકે કરવા ચોથનું વ્રત? આ ધાર્મિક નિયમ પાળવો અતિ આવશ્યક

ધર્મ / શું ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ માટે રાખી શકે કરવા ચોથનું વ્રત? આ ધાર્મિક નિયમ પાળવો અતિ આવશ્યક

Last Updated: 11:39 AM, 7 October 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પરિણીત મહિલાઓ માટે કરવા ચોથનું વ્રત ખૂબ જ ખાસ હોય છે. આ દિવસે મહિલાઓ તેમના પતિના લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્ય માટે નિર્જલા વ્રત કરે છે.

પરિણીત મહિલાઓ માટે કરવા ચોથ વ્રતનું વિશેષ મહત્વ છે. મહિલાઓ તેમના પતિના લાંબા આયુષ્ય અને સુખી દામ્પત્ય જીવન માટે આ વ્રત રાખે છે. બદલાતા સમયમાં, પતિઓ પણ તેમની પત્નીના લાંબા આયુષ્ય માટે કરવા ચોથનું વ્રત રાખે છે. ધાર્મિક માન્યતા અનુસાર કરવા ચોથનું વ્રત રાખવાથી પતિ-પત્ની વચ્ચે પ્રેમ વધે છે. આ ઉપરાંત તેમના દાંપત્ય જીવનમાં સુખ અને શાંતિ રહે છે. જો કે, તેનો ઉપવાસ કરવો મુશ્કેલ છે, કારણ કે ઉપવાસ દરમિયાન પાણી પણ નથી પીવાતું.

પરિણીત દંપતિ ઉપરાંત યુવા પેઢી પોતાના લવ પાર્ટનર માટે પણ કરવા ચોથનું વ્રત રાખે છે, પરંતુ ધાર્મિક માન્યતાઓ અનુસાર શું અપરિણીત લોકોએ આ વ્રત રાખવું જોઈએ? ચાલો જાણીએ આ સવાલના જવાબ વિશે.

શું બોયફ્રેન્ડ માટે વ્રત રાખવું જોઈએ

ધાર્મિક માન્યતાના અનુસાર, લગ્ન પહેલા ગર્લફ્રેન્ડ પોતાના બોયફ્રેન્ડ અથવા થનાર પતિ માટે કરવા ચોથનું વ્રત રાખઈ શકે છે. જે લોકો સિંગલ છે એ લોકો પણ પતિ માટે આ વ્રત રાખી શકે છે. પરંતુ વ્રત દરમિયાન અવિવાહિત લોકોએ કેટલાક વિશેષ નિયમોનું પાલન કરવું જોઈએ.

કરાવવા ચોથ વ્રત માટે સરગી પરણિત મહિલાઓને તેમની સાસુ દ્વારા આપવામાં આવે છે, ત્યારબાદ વ્રત શરૂ થાય છે. સાસુની ગેરહાજરીમાં, અપરિણીત છોકરીઓ પોતે સરગી ખરીદી શકે છે અને સૂર્યોદય પહેલાં તેને ખાઈ શકે છે. સરગી જમ્યા પછી નવા વસ્ત્રો પહેરો અને વ્રતની પ્રતિજ્ઞા લેવી. આ પછી ભગવાન ગણેશ અને શિવની જ પૂજા કરવી.

વધુ વાંચોઃ- 5 રાશિવાળા બનશે ધનવાન, સ્વાતિ નક્ષત્રમાં બુધનું ગોચર, સુખ સમૃદ્ધિ સામે ચાલીને આવશે

તમને જણાવી દઈએ કે અવિવાહિત અને પરિણીત લોકો માટે કરાવવા ચોથનું વ્રત તોડવાની રીત અલગ-અલગ છે. પરણિત મહિલાઓ ચંદ્રની પૂજા કર્યા પછી પતિના હાથનું પાણી પીને આ વ્રત તોડે છે. જ્યારે અપરિણીત છોકરીઓ ચંદ્રને બદલે ચાળણી દ્વારા તારાઓને જોઈને ઉપવાસ તોડી શકે છે. તારાઓ જોયા પછી, અપરિણીત છોકરીઓએ પોતાના હાથથી પાણી અથવા મીઠાઈ ખાઈને આ વ્રત તોડવું જોઈએ.

કરવા ચોથ ક્યારે છે

વૈદિક પંચાંગના અનુસાર, કરવા ચોથનું વ્રત દર વર્ષે કાર્તિક માસની કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિ પર આવે છે. આ વર્ષે ચતુર્થી તિથિ 20 ઓક્ટોબરે છે જેનો અંત બીજા દિવસે સવારે આવશે. ઉદયતિથિના આધારે આ વર્ષે 20 ઓક્ટોબરે કરવા ચોથ વ્રત રાખવામાં આવશે. આ પાવન દિવસે દેવી-દેવતાઓની પૂજાનું શુભ મુહૂર્ત સાંજે 05.46 મિનિટથી લઈને 07.09 મીનિટ સુધી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Pooja thali shubh muhurat Karwa Chauth 2024
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ