બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 11:08 PM, 14 November 2024
વૈદિક પંચાગ અનુસાર, કાર્તિક માસની પૂનમ શુક્રવારે ઉજવવામાં આવશે અને આ જ દિવસે કાર્તિક પૂર્ણિમા વ્રત પણ છે. પૂર્ણિમાની તિથીની શરૂઆત શુક્રવારે 06 વાગીને 19 મિનિટ પર થશે. તિથીનું સમાપન 16 નવેમ્બરે મોડી રાત્રે 02 વાગીને 58 મિનિટ પર થશે. કાર્તિક પૂર્ણિમાના દિવસે પવિત્ર નદીમાં સ્નાન અને ડીપ દાનનું વિશેષ મહત્વ છે. આમ તો આગામી પૂર્ણિમા તિથિનું વિશેષ મહત્વ હોય છે. કાર્તિક પૂર્ણિમાના દિવસે દેવ દિવાળી પણ ઉજવવામાં આવે છે.
ADVERTISEMENT
આ વખતે કારતક પુર્ણિમાના દિવસે અનેક શુભ યોગ બની રહ્યા છે. મંગળ અને ચંદ્ર બંને એકબીજાની રાશિમાં આવવાના છે જેના કારણે કારતક પૂર્ણિમાની મોડી રાત્રે ગજકેસરી રાજયોગ રચાઈ રહ્યો છે. આ સિવાય કારતક પુર્ણિમાના દિવસે ન્યાયના દેવતા શનિ 30 વર્ષ પછી કુંભ રાશિમાં ગોચર કરવા જઈ રહ્યા છે અને કાર્તિક પૂર્ણિમાના દિવસે બુધાદિત્ય રાજયોગ રચાશે, ત્યાર બાદ શશ રાજયોગની રચના થશે. એવામાં કાર્તિક પૂર્ણિમા પર દાન પુણ્ય કરવું વિશેષ ફળદાયી રહેશે.
ADVERTISEMENT
પૌરાણિક કથા અનુસાર ભગવાન શિવના મોટા પુત્ર કાર્તિકે ત્રિપુરાસૂરનો વધ કર્યો. એટલા માટે ત્રિપુરાસુર પૂર્ણિમા પણ કહે છે. કાર્તિક પૂર્ણિમાના નામથી પણ ઓળખાય છે. કાર્તિક પૂર્ણિમા સુધી ભગવાન વિષ્ણુ મત્સ્ય રૂપમાં પાણીમાં બિરાજમાન રહે છે. એટલા માટે કાર્તિક પૂર્ણિમા પર પાણીમાં દીવો પ્રવાહિત કરવાની માન્યતા છે.
વધુ વાંચો : ટ્રમ્પને લઇ બાબા વેંગાની ડરામણી ભવિષ્યવાણી, એક તો સત્ય પણ સાબિત થઇ ચૂકી!
ગંગા સ્નાનનું વિશેષ મહત્વ
કાર્તિક પૂર્ણિમાને દેવ દિવાળી અને ત્રિપુરી પૂર્ણિમા પણ કહેવામાં આવે છે. માન્યતા છે કે આ દિવસે પવિત્ર નદીઓ અને સરોવરોમાં સ્નાન કરવાથી બધા જ પાપ નાશ થાય છે એન વ્યક્તિને અક્ષય પુણ્ય મળે છે. આ માન્યતાના કારણે લાખો શ્રદ્ધાળુ આ દિવસે ગંગા સહિત અન્ય પવિત્ર જળ સ્ત્રોતો પર સ્નાન કરવા જાય છે. એવું માનવામાં આવે છે કે કાર્તિક માસમાં કરેલું સ્નાન, દાન અને તપનું વિશેષ મહત્વ હોય છે.
(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.