બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / અજબ ગજબ / બોલિવૂડ / kartik aryan eating ice cream in Europe street fan ask for aadhar card

મનોરંજન / યૂરોપના રસ્તામાં જોવા મળ્યો કાર્તિક આર્યન, પછી બની એવી ઘટના કે બતાવવું પડ્યું આધાર કાર્ડ

MayurN

Last Updated: 09:33 PM, 7 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલિવૂડનો હેન્ડસમ હંક કાર્તિક આર્યન આજકાલ યુરોપમાં છે. હવે ત્યાંથી એક્ટરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

  • કાર્તિક આર્યનની 'ભૂલ ભુલૈયા 2' એ મેળવી સફળતા 
  • ઉજવણી કરવા માટે પોતાની ટીમ સાથે યુરોપ પ્રવાસે છે
  • ત્યાં રસ્તા પર તેણે આઈસ્ક્રીમની મજા માણી હતી

કાર્તિક આર્યન ટીમ સાથે યુરોપ છે
કાર્તિક આર્યનની 'ભૂલ ભુલૈયા 2' 20 મેના રોજ થિયેટરોમાં રિલીઝ થઈ હતી. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર નોટોનો વરસાદ કર્યો છે. હવે કાર્તિક પોતાની ફિલ્મની સફળતાની ઉજવણી કરવા માટે પોતાની ટીમ સાથે યુરોપ પહોંચી ગયો છે. ત્યાંથી કાર્તિકનો એક નવો વીડિયો સોશિયલ મીડિયા પર લોકોનું દિલ જીતી રહ્યો છે. એટલું જ નહીં, વીડિયોમાં ભીડની વચ્ચે કાર્તિક પોતાનું આધાર કાર્ડ બતાવવાની વાત પણ કરે છે.

 

આધાર કાર્ડ બતાવવાની જરૂર
તમને જણાવી દઈએ કે હાલમાં જ સેલિબ્રિટી ફોટોગ્રાફર વીરલ ભાયાણીએ કાર્તિક આર્યનનો આ વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. વીડિયોમાં કાર્તિક યૂરોપના રસ્તાના કિનારે બેસીને આઈસ્ક્રીમ ખાઈ રહ્યો હતો. ત્યારે એક ફેન તેમની પાસે આવીને સેલ્ફીની ડિમાન્ડ કરે છે. કાર્તિક પણ પોતાના ફેનનું દિલ નથી તોડતો અને સેલ્ફી પણ આપે છે. પરંતુ તે ચાહક કાર્તિકને કહે છે કે 'મારા મિત્ર વિશ્વાસ કરી રહ્યા નથી કે તમે કાર્તિક આર્યન છો'. આના પર એક્ટર કહે છે - 'હું કાર્તિક આર્યન છું, હવે શું આધાર કાર્ડ બતાવું'.

કાર્તિકનો વીડિયો થઈ રહ્યો છે વાયરલ
કાર્તિક આર્યનનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. આ ક્લિપ પર ફેન્સ સતત પ્રતિક્રિયા આપી રહ્યા છે. તમને જણાવી દઈએ કે કાર્તિક આર્યન પોતાની ફિલ્મ 'ભૂલ ભુલૈયા 2'ની સફળતાને સેલિબ્રેટ કરવા માટે પોતાની આખી ટીમ સાથે યૂરોપમાં એન્જોય કરી રહ્યો છે. કાર્તિકની સાથે યુરોપમાં તેનો બોડીગાર્ડ, સ્પોટબોય, મેનેજર અને સ્ટાઈલિશ પણ છે. આ ઉપરાંત કાર્તિકની આગામી ફિલ્મોની વાત કરીએ તો ટૂંક સમયમાં જ અભિનેત્રી કૃતિ સેનન સાથે ફિલ્મ 'શાહઝાદા'માં જોવા મળશે. આ ફિલ્મ સપ્ટેમ્બરમાં રિલીઝ થશે.

સંકળાયેલા મુદ્દાઓ

Bhool Bhulaiyaa 2 Europe Kartik aaryan Video viral aadhar card Kartik Aaryan
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ