બ્રેકિંગ ન્યુઝ
Arohi
Last Updated: 12:20 PM, 23 May 2022
ADVERTISEMENT
કાર્તિક આર્યન અને કિયારા અડવાણીની ફિલ્મ 'ભૂલ ભુલૈયા 2'ને લઈને લોકોના મનમાં અનેક સવાલો હતા. ઉદાહરણ તરીકે... શું આ ફિલ્મ અગાઉની 'ભૂલ ભુલૈયા' જેવી એન્ટરટેનિંગ હશે? તે તેના કરતાં વધુ સારી હશે? શું કાર્તિક અને કિયારા અડવાણીની કેમેસ્ટ્રી સ્ક્રીન પર કમાલ કરશે? વગેરે...વગેરે લોકોને લાગતું હતું કે કદાચ 'ભૂલ ભુલૈયા 2' સ્ક્રીન પર કંઈ ખાસ કરી શકશે નહીં, પરંતુ જ્યારે આ ફિલ્મનું કલેક્શન આવવા લાગ્યું તો તે બોક્સ ઓફિસ પર રેકોર્ડ બની ગયો.
#BhoolBhulaiyaa2 infuses oxygen in the lungs of an ailing industry... A ₹ 55 cr+ *weekend* at a time when *most* #Hindi films are ending up below ₹ 20 cr *lifetime* is a MASSIVE ACHIEVEMENT... Fri 14.11 cr, Sat 18.34 cr, Sun 23.51 cr. Total: ₹ 55.96 cr. #India biz. 🔥🔥🔥 pic.twitter.com/LlIcwH0tUh
— taran adarsh (@taran_adarsh) May 23, 2022
ADVERTISEMENT
20 મેના રોજ મોટા પડદા પર રિલીઝ થયેલી કાર્તિક અને કિયારાની ફિલ્મે પહેલા જ દિવસે વર્ષની સૌથી મોટી ઓપનરનો રેકોર્ડ બનાવ્યો છે. આ સાથે જ ફિલ્મે માત્ર ત્રણ દિવસમાં અડધી સદી પાર કરી લીધી છે. કલેક્શનની વાત કરીએ તો કાર્તિકે પોતાની હિટ ફિલ્મોને પાછળ છોડી દીધી છે.
હાફ સેન્ચ્યુરી પૂર્ણ
ફિલ્મ એનાલિસ્ટ તરણ આદર્શે 'ભૂલ ભુલૈયા 2'ના ત્રણ દિવસીય કલેક્શન વિશે માહિતી આપી છે. પોતાના ટ્વિટર પર માહિતી આપતા ક્રિટીકે કહ્યું કે ફિલ્મે માત્ર ત્રણ દિવસમાં 55.96 એટલે કે લગભગ 56 કરોડનો બિઝનેસ કર્યો છે. ફિલ્મે પહેલા દિવસે એટલે કે શુક્રવારે 14.11 કરોડનો બિઝનેસ કર્યો હતો.
શનિવારે બીજા દિવસે ફિલ્મે 18.34 કરોડની કમાણી કરી હતી. રિલીઝના બે દિવસ પછી, રવિવારે ફિલ્મના કલેક્શનમાં જબરદસ્ત વધારો થયો હતો અને ફિલ્મે લગભગ ત્રણ ગણું કલેક્શન કરીને 23.51 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. આ પછી 'ભૂલ ભુલૈયા 2'એ ત્રણ દિવસમાં 55.96 કરોડની કમાણી કરી હતી.
KARTIK AARYAN'S BIGGEST WEEKEND... #KartikAaryan versus #KartikAaryan... *Opening Weekend* biz...
— taran adarsh (@taran_adarsh) May 23, 2022
⭐ 2022: #BhoolBhulaiyaa2 ₹ 55.96 cr
⭐ 2019: #PatiPatniAurWoh ₹ 35.94 cr
⭐ 2019: #LukaChuppi ₹ 32.13 cr
⭐ 2020: #LoveAajKal ₹ 28.51 cr
⭐ 2018: #SonuKeTituKiSweety ₹ 26.57 cr pic.twitter.com/0Rz3hC9JJT
પોતાની ફિલ્મોનો જ તોડ્યો રેકોર્ડ
તરણ આદર્શના જણાવ્યા અનુસાર, કાર્તિકે પોતાની ઘણી ફિલ્મોને પાછળ છોડી દીધી છે અને તે પહેલા વીકએન્ડમાં સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે. વર્ષ 2019માં રિલીઝ થયેલી કાર્તિકની ફિલ્મ 'પતિ પત્ની ઔર વો'એ પહેલા વીકએન્ડમાં 35.94 કરોડનો બિઝનેસ કર્યો હતો. 'લુકા છુપી'એ 32.13 કરોડનો બિઝનેસ કર્યો હતો. 2020માં રિલીઝ થયેલી 'લવ આજ કલ' એ 28.51 કરોડનો બિઝનેસ કર્યો હતો. ત્યાં જ 2018માં રિલીઝ થયેલી 'સોનુ કી ટીટુ કી સ્વીટી' એ 26.57 કરોડનો બિઝનેસ કર્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
Bhul Bhulaiyaa 3 Trailer / મંજુલિકાનું ડરામણું રૂપ! ભૂલ ભુલૈયા 3નું ટ્રેલર રીલીઝ, હોરર કોમેડી જોવા જેવી
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.