બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Karthik Aaryan's name echoed on the streets of Ahmedabad, craze among fans

વાયરલ / VIDEO: અમદાવાદની પોળમાં કાર્તિક આર્યનને જોઈ ચાહકોએ લૂંટાવ્યો પ્રેમ, વીડિયોમાં ગુજરાતીઓની દિવાનગી

Megha

Last Updated: 01:40 PM, 30 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હાલ કાર્તિક આર્યનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ વિડીયોમાં કાર્તિક આર્યન માટે ચાહકોનો પ્રેમ જોઈ શકાય છે.

  • હાલ કાર્તિક આર્યનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
  • વાયરલ વિડીયોમાં કાર્તિક આર્યન માટે ચાહકોનો પ્રેમ જોઈ શકાય છે
  • કાર્તિક અમદાવાદમાં તેની ફિલ્મના બીજા શેડ્યૂલનું શૂટિંગ કરી રહ્યો છે

બોલિવૂડ એક્ટર કાર્તિક આર્યન એ પોતાના કામના દમ પર બૉલીવુડ અને લોકો વચ્ચે પોતાની અલગ ઓળખ બનાવી છે. કાર્તિક આર્યન એ ખૂબ જ ઓછા સમયમાં લોકોના દિલ જીતી લીધા છે. આપણએ બધા જાણીએ જ છીએ કે કાર્તિક તેની પ્રોફેશનલ લાઈફની સાથે સાથે તેની પર્સનલ લાઈફને કારણે ઘણી વાર હેડલાઈન્સમાં રહે છે. એવામાં હાલ કાર્તિક આર્યનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ વિડીયોમાં કાર્તિક આર્યન માટે ચાહકોનો પ્રેમ જોઈ શકાય છે.

કાર્તિર આર્યન પોતાના ફેન્સને ખુશ કરવાનો કોઈ પણ મોકો છોડતો નથી. જણાવી દઈએ કે કાર્તિક આર્યન હાલ તેની આવનારી ફિલ્મ સત્ય પ્રેમ કી કથાના શૂટિંગ માટે અમદાવાદ પહોંચ્યો હતો અને ત્યાં તેને જોવા માટે ચાહકોની ભીડ ઉમટી પડી હતી. જણાવી દઈએ કે કાર્તિકે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર અમદાવાદનો એક વીડિયો શેર કર્યો છે અને વીડિયોમાં કાર્તિક આર્યન તેના ફોનથી વીડિયો બનાવી રહ્યો છે અને તેના ફેન્સ તેની પાછળ દોડતા જોવા મળી રહ્યા છે. તેના ફેન્સ કાર્તિક-કાર્તિકના બૂમો પાડી રહ્યા છે. હાલ આ વિડીયો સોશ્યલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. 

વિડિયોમાં કાર્તિક પણ તેના ચાહકોને તેને ફોલો કરવાની ના કહેતો જોવા મળે છે. સાથે જ થોડી વાતચીત પણ કરે છે. આ વીડિયો વાયરલ થયા બાદ ફેન્સ તેના પર કોમેન્ટ પણ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, કાર્તિક તમે આ સ્ટારદમને લાયક છો. એકે લખ્યું, કાર્તિક તમે બેસ્ટ છો. તમને જણાવી દઈએ કે કાર્તિક અમદાવાદમાં તેની ફિલ્મના બીજા શેડ્યૂલનું શૂટિંગ કરી રહ્યો છે અને થોડા લાંબા સમય માટે તે અહિયાં રહેવાનો છે. 

કાર્તિકના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો આ દિવસોમાં તે એક સાથે ઘણી ફિલ્મોમાં કામ કરી રહ્યો છે. હાલમાં જ તેને તેની આગામી ફિલ્મ ફ્રેડીનો પહેલો લુક શેર કર્યો હતો. આ ફિલ્મમાં કાર્તિક ડેન્ટિસ્ટના રોલમાં જોવા મળશે.

સંકળાયેલા મુદ્દાઓ

Kartik aaryan viral video કાર્તિક આર્યન વાયરલ વીડિયો Video viral
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ