બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Karni Sena protested against the arrest of Yuvraj Singh jadeja

હડબડાહટ / આંદોલનકારી યુવરાજસિંહના બચાવમાં આવી કરણી સેના, કહ્યું- અન્યાય સામે લડી લેવામાં આવશે

Vishnu

Last Updated: 05:28 PM, 6 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ક્ષત્રિય યુવા આગેવાનની ઘરપકડ કરાઈ તેનો વિરોધ કરીએ છીએ - કરણી સેના

  • યુવરાજસિંહની ધરપકડ મામલે કરણી સેના મેદાને
  • યુવરાજના બચાવમાં આપ્યું નિવેદન
  • મામલાની નિષ્પક્ષ તપાસની કરી માગ

ગાંધીનગરમાં વિદ્યાસહાયક આંદોલનને ઉશ્કેરવા તેમજ પોલીસ પર કાર ચઢાવા મામલે યુવરાજસિંહને કોર્ટમાં રજૂ કરાયો હતો. જ્યાં યુવરાજ સિંહના રિમાન્ડની પોલીસ દ્વારા માંગ ન કરાતા યુવરાજસિંહને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દેવામાં આવ્યો છે. સાબરમતી જેલમાં યુવરાજસિંહને મોકલવામાં આવ્યો છે. વિદ્યાસહાયક ઉમેદવારોના સમર્થન દરમિયાન પોલીસ પર હુમલા કરવાના ગુનામાં યુવરાજ સિંહની ધરપકડ કરવામાં આવી છે. વિદ્યાથીનેતાની ધરપકડ થતાં સરકારી ભરતીની તૈયારી કરતા ઉમેદવારોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. તો બીજી તરફ આપ, કોંગ્રેસ અને કરણી સેનાએ પણ વિરોધ કર્યો છે.

કદાચ ઘટના હડબડાહટમાં બની હશે, નિષ્પક્ષ તપાસ કરો નહિતર વિરોધ થશે- કરણી સેના
આંદોલનકારી યુવરાજસિંહ જાડેજાની ધરપકડ મામલે રણી સેનાના પ્રમુખનું નિવેદન સામે આવ્યું છે. જે.પી જાડેજાએ કહ્યું છે કે ક્ષત્રિય યુવા આગેવાનની ઘરપકડ કરાઈ તેનો વિરોધ કરીએ છીએ, અન્યાય સામે લડી લેવામાં આવશે. તેમણે ઘટનાનો વીડિયો સામે આવ્યો હતો તેનો ઉલ્લેખ કરી કહ્યું હતું કે કદાચ ઘટના હડબડાહટમાં બની હશે, ભ્રષ્ટાચાર નાબૂદ કરવા નિકળેલા ક્ષત્રિય યુવાની ધરપકડ થઇ છે પણ સરકારે એ પણ જોવું જોઈએ કે યુવરાજસિંહ જાગૃત્ત અને શિક્ષિત યુવાન છે. સમગ્ર મામલાની નિષ્પક્ષ રીતે તપાસની માંગ કરી હતી અને ચીમકી ઉચ્ચારી છે કે જો સરકાર નિષ્પક્ષ તપાસ નહીં કરાવે તો કરણી સેન વિરોધ કરશે.

ભાજપના મળતીયાઓ સામે પણ કાયદો સમાન રાખો: શૈલેષ પરમાર, MLA, કોંગ્રેસ
વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ ની ધરપકડ બાદ વિધાનસભામાં કોંગ્રેસના ઉપનેતા શૈલેષ પરમારે નિવેદન આપતા જણાવ્યું કે ભાજપની સરકાર લોકોને રોજગારી આપી શકતી નથી.. જે પેપર લેવાય તે ફુટી જાય છે.. સરકારની બેદરકારી સામે યુવાનો અને વિદ્યાર્થીઓ મુદ્દે લડતા યુવાન સામે 307 નો ગુન્હો દાખલ કરવામાં આવે છે.. જો ભારતમાં કાયદા બધા માટે સરખા હોય તો ભાજપની દલિત કાર્યકર પર એક વર્ષ પહેલાં એક મંત્રી દુષ્કર્મ કર્યું છે તો તેમની સામે ફરિયાદ કેમ થતી નથી? જો યુવરાજ સિંહ સામે ફરિયાદ થતી હોય તો રાજ્યકક્ષાના મંત્રી ગજેન્દ્રસિંહ પરમાર ની સામે કેમ ગુન્હો દાખલ કરાતો નથી એવા પ્રશ્નો પણ કરાયા

કાયદો બધા માટે સરખો: સી આર પાટીલ
ગાંધીનગરમાં યુવરાજસિંહની ધરપકડનો મામલે ભાજપ પ્રદેશ પ્રમુખનું નિવેદન આવ્યું છે. સી આર પાટીલે જણાવ્યું હતું કે કાયદો કાયદાનું કામ કરશે, કાયદો બધા માટે સરખો છે, કાયદાનું ઉલ્લંઘન કરનારા સામે કડક પગલાં લેવા જ જોઇએ

કાયદો તોડનારને નહી છોડવામાં આવે-જીતુ વાઘાણી
આ અંગે વધુમાં જીતુ વાઘાણીએ જણાવ્યું કે  જે કાયદો તોડશે તેની સામે પોલીસ અને ન્યાયતંત્ર કાર્યવાહી કરશે. આક્ષેપ કરવા સહેલા છે. ગેરકાયદેસર કામગીરી કરનારા સામે ભૂતકાળમાં પગલા લીધા છે અને ભવિષ્યમાં પણ સરકાર પગલા લેશે.

પોલીસે યુવરાજસિંહ સામે પોલીસ પર હુમલો કરવાનો ગુનો દાખલ કર્યો છે
જણાવી દઇએ કે, વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાની ધરપકડ મામલે ગાંધીનગર રેન્જ આઇજી અભય ચુડાસમાએ પત્રકાર પરિષદ યોજી હતી. પોલીસે યુવરાજસિંહ સામે પોલીસ પર હુમલો કરવાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત પોલીસની કામગીરીમાં વિક્ષેપ પાડવાનો પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસકર્મીઓ પર ગાડી ચઢાવવાના પ્રયાસનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે.

યુવરાજસિંહે ઉમેદવારોને ઉશ્કેરવાનું કામ કર્યું: પોલીસ
ગાંધીનગર રેન્જ આઇજી અભય ચુડાસમાની પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું કે યુવરાજસિંહ જાડેજાની સત્યતા જાણ્યા વિના ઉમેદવારો કોઇ વાતમાં કુદી ન પડે. તેઓ દ્વારા રાત્રે ઉમેદવારો અને યુવાનોને ઉશ્કેરવાનો પ્રયાસ કર્યો હતો. અમારી પાસે ઉશ્કેરણી કરવાની પણ વીડિયો ક્લીપ છે.  પોલીસ સાથેની માથાકૂટના વીડિયો રેકોર્ડિંગ પણ છે. કોઇ પણ ઉમેદવારની કારર્કિદી બગડે તેમ પોલીસ ઇચ્છતી નથી. ઉશ્કેરણીથી કોઇ ખોટુ કામ કરશે તે ચલાવી લેવાશે નહી.પોલીસ એક તરફ પેપરલીક કેસ મામલે સખત કાર્યવાહી કરી જ રહી છે. અને હવે આગળની કાર્યવાહી  કોર્ટમાં થશે તેમ જણાવ્યું હતું.

સોશિયલ મીડિયા પર પોલીસની નજર
આ મામલે પોલીસ દ્વારા પહેલેથી જ ઉમેદવારોને ચેતવી દેવામાં આવ્યા છે કે યુવરાજસિંહની સત્યતા જાણ્યા વિના કોઇ ઉમેદવાર આ વાતમાં કૂદી ન પડે. સોશિયલ મીડિયામાં પોલીસ બાજ નજર રાખી રહી છે. જો કોઇ વાંધાજનક ટિકા ટિપ્પણી જણાશે તો પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે.   સાથે ગાંધીનગર રેન્જ આઇજીએ એમ પણ જણાવ્યુ કે પોલીસને કોઇ વ્યક્તિગત વિરોધ હોતો નથી.અમારી પાસે પુરતા પુરાવા છે. તેમજ એ વાત પણ સ્પષ્ટ કરી કે પેપર ફોડવાના કિસ્સા સાથે આ કેસને કોઇ લેવા દેવા નથી.
 

સંકળાયેલા મુદ્દાઓ

Karni Sena Police Yuvraj Singh Jadeja arrest gandhinagar protest કરણી સેના ગાંધીનગર ઘરપકડ પોલીસ યુવરાજસિંહ જાડેજા Yuvraj Singh Jadeja
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ