બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / Karni Sena chief shooters held, were promised life abroad like Brar: Police

જયપુર હત્યાકાંડ / શૂટરની 'દુખતી નસ' દબાવીને ગોગામેડીને મારવા તૈયાર કર્યાં, વિરેન્દ્ર ચારણ ઉઠાવી ગયો લાભ, હત્યાકાંડમાં ખુલાસો

Hiralal

Last Updated: 07:46 PM, 11 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગોગામેડીના હત્યારા રોહિત-નીતિને કેટલાક નવા ખુલાસા કર્યાં છે. તેમના ખુલાસા પરથી સ્પસ્ટ થયું છે તેમના બન્નેનો લાભ ઉઠાવી લેવાયો હતો અને લાલચ આપીને તેમને હત્યા માટે તૈયાર કરાયા હતા.

  • ગોગામેડીના હત્યારા રોહિત-નીતિને કર્યાં નવા ખુલાસા
  • વિદેશમાં સ્થાયી થવાની વિરેન્દ્રની વાતમાં આવી ગયા હતા
  • મેઈન સુત્રધાર વિરેન્દ્રે બન્નેને લાલચ આપીને ગોગામેડીને મારવા કર્યાં હતા તૈયાર 

લોરેન્સ બિશ્નોઈ ગેંગે ગોગામેડીના હત્યારા રોહિત રાઠોડ અને નીતિન ફોજીને કેટલાક વચનો આપ્યાં હતા કે શૂટ કરો, વિદેશમાં સ્થાયી થાવ, પુષ્કળ પૈસા અને હથિયારો મેળવો. બન્ને શૂટરોએ પોલીસ પૂછપરછમાં આવા ખુલાસા કર્યાં હતા. શૂટરના ખુલાસા પરથી લાગે છે કે હત્યાકાંડનો મેઈન સૂત્રધાર વિરેન્દ્ર ચારણે તેમનો લાભ ઉઠાવી લીધો હતો અને બન્ને હત્યારાને કેટલાક વચનો આપીને હત્યા માટે તૈયાર કરી લીધા હતા. બન્ને શૂટર વિરેન્દ્રની વાતમાં આવી ગયા હતા અને આટલા મોટા હત્યાકાંડને અંજામ આપ્યો હતો. 

રોહિત રાઠોડ અજમેરની જેલમાં રેપ કેસમાં બંધ હતો 
સુખદેવસિંહ ગોગામેડી કેસના મુખ્ય હત્યારો રોહિત રાઠોડ રાજસ્થાનની અજમેર જેલમાં બળાત્કારના કેસમાં બંધ હતો, તે ત્યાં રોહિત ગોદારાના જમણા હાથ વિરેન્દ્ર ચારણના સંપર્કમાં આવ્યો હતો. તેણે પૂછપરછ દરમિયાન જણાવ્યું હતું કે સુખદેવ બળાત્કારના કેસમાં તેની સામે દલીલ કરી રહ્યો હતો. તે સુખદેવ પર ગુસ્સે થયો હતો. વિરેન્દ્ર ચારણે આનો ફાયદો ઉઠાવી સુખદેવને મારવા માટે તૈયાર કર્યો હતો. સાથે જ હરિયાણાના મહેન્દ્રગઢમાં નિતિન ફૌજી પર અપહરણનો કેસ નોંધવામાં આવ્યો છે. તે પણ જેલમાં હતો ત્યારે વિરેન્દ્ર ચરણના સંપર્કમાં આવ્યો હતો.

કયા વચનો પર ગોગામેડીની હત્યા કરી?
પોલીસના જણાવ્યા પ્રમાણે આ બંને શૂટરોને વિદેશ જઈને સેટલ થવું હતું. વિરેન્દ્ર તેમની આ દુખતી નસ જાણી ગયો હતો અને તેથી તેણે વિદેશમાં સ્થાયી થવાની ખાતરી આપી હતી. અને આ લાલચ આપીને તેમને હત્યા માટે તૈયાર કર્યા હતા. બન્ને લાલચમાં આવી ગયા હતા. દિલ્હી પોલીસના એક અધિકારીએ કહ્યું કે "બંને શૂટર્સને ખાતરી આપવામાં આવી હતી કે ગેંગસ્ટર લોરેન્સ અને તેના સાથીઓ દ્વારા તેમની સંભાળ લેવામાં આવશે. તેમને કહેવામાં આવ્યું હતું કે તેમને 15-20 દિવસની અંદર પાસપોર્ટ મળી જશે અને તેમને ભારત છોડીને ગોલ્ડી બ્રારની જેમ આઝાદી સાથે વિદેશમાં રહેવાની તક મળશે. 

કોણ છે વિરેન્દ્ર ચારણ?
વિરેન્દ્ર ચરણ ગેંગસ્ટર છે, જેના માથા પર 1 લાખનું ઈનામ છે. તે રાજસ્થાનના ચુરુ જિલ્લાના સુજાનગઢનો રહેવાસી છે. તેનું નામ 2015માં રામલાલ મેઘવાલ હત્યા કેસમાં આવ્યું હતું. આ પછી, પોલીસે તેની ધરપકડ કરીને તેને જેલમાં મોકલી આપ્યો હતો. જેલમાં તે ઘણા ગુંડાઓના સંપર્કમાં આવ્યો હતો. ત્યાં તેણે પોતાનું એક નેટવર્ક બનાવ્યું, જેમાં આનંદપાલ સિંહથી લઈને રોહિત ગોદારા સુધી બધા સામેલ હતા. 2022માં જ્યારે તેને જામીન મળ્યા ત્યારે તે જેલમાંથી બહાર આવ્યો હતો. ત્યારબાદ તેણે ગોગામેડીના નજીકના સાથી ગેંગસ્ટર રાજૂ ઠેહટની હત્યાનું કાવતરું ઘડ્યું હતું. તેના માટે શૂટર્સની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ હત્યાકાંડ બાદ તે નેપાળ થઈને દુબઈ ભાગી ગયો હતો.

સંકળાયેલા મુદ્દાઓ

Gogamedi Murder Case news Gogamedi murder case Sukhdev Singh Gogamedi murder Karni Sena chief shooters
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ