કર્ણાટક: આવતીકાલે યેદિયુરપ્પા લેશે CM પદની શપથ, ભાજપને સરકાર રચવા રાજ્યપાલનું આમંત્રણ

By : vishal 09:30 PM, 16 May 2018 | Updated : 09:30 PM, 16 May 2018
ત્રિશંકુ વિધાનસભાનો જનાદેશ આપીને રાજ્યની જનતાએ ભાજપ, કોંગ્રેસ અને JDSને રાજકીય વમળમાં ફસાવી દીધેલ છે. બુધવારનાં રોજ દિવસ ભર આ પાર્ટીઓનાં શીર્ષ નેતાઓએ આમાંથી નીકળવા માટે સતત કસરત કરી રહ્યાં છે. ધારાસભ્ય દળની બેઠકમાં નેતા પસંદ થવાથી લઇને રાજ્યપાલ સાથે મુલાકાત સુધીનો સમયગાળો ચાલ્યો. 

આ વચ્ચે રાજનૈતિક ગલિયારોમાં કોંગ્રેસ અને JDSનાં ધારાસભ્યોને ખરીદવા માટે 100-100 કરોડની રકમ અને મંત્રી પદ જેવાં પ્રલોભન આપવામાં આવેલ સમાચારો પણ વહેતા રહ્યાં. ત્યાર બાદ સાંજ પડતા પડતા કોંગ્રેસ અને JDSએ રાજ્યપાલ સાથે મળીને 117 ધારાસભ્યોની યાદી સોંપી છે. ત્યાં જ બીજી બાજુ સાંજે ભાજપનાં ધારાસભ્ય સુરેશ કુમારે ટ્વિટ કરીને જણાવ્યું કે ભાજપ આવતી કાલનાં રોજ સરકાર રચવા જઇ રહી છે. 

તેઓએ વધુમાં એમ કહ્યું કે આવતી કાલનાં રોજ સવારે 9:30 કલાકનાં રોજ યેદિયુરપ્પા મુખ્યમંત્રી પદનાં શપથ ગ્રહણ કરશે. કોંગ્રેસનાં નેતા એ.એલ. પાટીલ બિયાપુર કહે છે કે, મેં ભાજપ નેતાઓને બોલાવ્યા અને કહ્યું કે અમે તમને મંત્રાલય આપીશું અને મંત્રી બનશું પણ હું અહીં રહીશ. એચ ડી કુમારસ્વામી અમારા મુખ્યમંત્રી છે.

 આ પછી અન્ય કોંગ્રેસ નેતા ડી.કે શિવ કુમારે કહ્યું, હા, અમારી પાસે એક યોજના છે. અમારે અમારા ધારાસભ્યોને બચાવવાની જરૂર છે. અમે તમને જણાવશો કે યોજના શું છે. 

બેઠકમાં પહોંચ્યાં બાદ કર્ણાટકનાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાનાં નિવેદન પણ સામે આવ્યાં. તેમણે કહ્યું હતું કે અમારા દરેક ધારાસભ્યો છે, કોઈ પણ ગુમ નથી. અમને વિશ્વાસ છે કે અમે સરકાર બનાવી રહ્યાં છીએ.

મહત્વનું છે કે જેને લઇને કર્ણાટકમાં મુખ્ય શહેરોમાં સુરક્ષા વધારી દેવાઇ છે. ભાજપનાં નેતાઓની સુરક્ષામાં પણ વધારો કરાયો છે. કર્ણાટક DGPએ સુરક્ષા વધારવાનાં આદેશ આપી દીધાં છે. આવતી કાલે JDS અને કોંગ્રેસ પ્રદર્શન કરી શકે છે.Recent Story

Popular Story