બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Karnataka News: Karnataka Animal Husbandry Minister T. Venkatesh has created a controversy with his statement. He said, why can't the cows be slaughtered?

કર્ણાટક / જો ભેંસ અને બળદના કતલ થઈ શકે તો ગાયનું કેમ નહીં ? કર્ણાટકના મંત્રીના નિવેદનથી ચારે બાજુ ખળભળાટ મચી ગયો, થયો મોટો વિવાદ

Last Updated: 05:19 PM, 4 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કર્ણાટકના પશુપાલન મંત્રી ટી. વેંકટેશે શનિવારે એવું કહીને વિવાદ સર્જ્યો હતો કે જો ભેંસ અને બળદની કતલ કરી શકાય છે તો ગાયની કતલ કેમ ન થઈ શકે.

  • કર્ણાટકના પશુપાલન મંત્રી ટી. વેંકટેશે વિવાદિત નિવેદન આપ્યું
  • ભેંસ અને બળદની કતલ કરી શકાય છે તો ગાયની કતલ કેમ ન થઈ શકે ?
  • હિંદુ કાર્યકર્તાઓએ મંત્રી દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીની નિંદા કરી 

કર્ણાટકના પશુપાલન મંત્રી ટી. વેંકટેશે શનિવારે એવું કહીને વિવાદ સર્જ્યો હતો કે જો ભેંસ અને બળદની કતલ કરી શકાય છે તો ગાયની કતલ કેમ ન થઈ શકે. મૈસુરમાં પત્રકારો સાથે વાત કરતા વેંકટેશે કહ્યું કે પરામર્શ બાદ કર્ણાટક એનિમલ સ્લોટર પ્રિવેન્શન એન્ડ એનિમલ પ્રોટેક્શન એક્ટને પાછો ખેંચવા માટે યોગ્ય પગલાં લેવામાં આવશે. વેંકટેશે કહ્યું કે, ખેડૂતોને મદદ કરવા માટે નિર્ણય લેવામાં આવશે. આ બાબતે એક ઉદાહરણ આપતા તેમણે કહ્યું કે, તેઓ તેમના ઘરે ત્રણથી ચાર ગાયોની સંભાળ રાખે છે. તેમણે કહ્યું કે, ભૂતકાળમાં જ્યારે એક ગાયનું મૃત્યુ થયું હતું, ત્યારે અમારે તેના અંતિમ સંસ્કાર કરવા માટે ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો. મૃતદેહ લેવા માટે 25 લોકો આવ્યા હતા પરંતુ તે શક્ય બન્યું ન હતું. બાદમાં જેસીબી લાવી મૃતદેહને ઉપાડવામાં આવ્યો હતો.

Topic | VTV Gujarati

ગૌશાળાઓના સંચાલન માટે ભંડોળનો અછત - ટી. વેંકટેશ

વેંકટેશે એ પણ સ્પષ્ટ કર્યું કે રાજ્યમાં ગૌશાળાઓના સંચાલન માટે ભંડોળની અછત છે. હિંદુ કાર્યકર્તાઓએ મંત્રી દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીની નિંદા કરી છે અને જો રાજ્ય સરકાર ગૌહત્યા પરનો કાયદો પાછો ખેંચી લેશે તો પરિણામની ચેતવણી આપી છે. અગાઉની ભાજપ સરકારે ગૌહત્યા પર પ્રતિબંધ અને અપરાધીઓને કડક સજાની જોગવાઈ કરતું બિલ પસાર કર્યું હતું.

Topic | VTV Gujarati

ભાજપે વર્ષ 2021માં આ કાયદો લાગુ કર્યો હતો

કર્ણાટક ગૌહત્યા નિવારણ અને સંરક્ષણ કાયદો 2021માં તત્કાલીન ભારતીય જનતા પાર્ટી સરકાર દ્વારા લાગુ કરવામાં આવ્યો હતો. આ કાયદો સ્પષ્ટપણે પશુઓની કતલ પર પ્રતિબંધ મૂકે છે. જો કે બીમાર અને 13 વર્ષથી વધુ ઉંમરની ભેંસોની કતલ કરવાની પરવાનગી આપવામાં આવી છે. તે દરમિયાન રાજ્યમાં વિપક્ષમાં રહેલી કોંગ્રેસે ભાજપ સરકારના આ પગલાનો જોરદાર વિરોધ કર્યો હતો.

સંકળાયેલા મુદ્દાઓ

AnimalHusbandryMinister Controversy Cow Karnataka KarnatakaNews TVenkatesh slaughtered statement karnataka
Pravin Joshi
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ