નિમણૂંક / કર્ણાટકમાં બની શકે છે પાંચ ઉપમુખ્યમંત્રી, કેબિનેટ વિસ્તારની થઈ શકે છે જાહેરાત

karnataka may have five deputy chief ministers cabinet expansion may be announced

કર્ણાટકમાં પેટાચૂંટણીના પરિણામ બાદ ભાજપ પોતાની રણનીતિ બદલી શકે છે. જેમાં કર્ણાટકમાં વધુ બે DyCM બની શકે છે. એટલે કે આગામી સમયમાં કર્ણાટકમાં 5 DyCM જોવા મળી શકે છે. મળતી માહિતી મુજબ યેદિયુરપ્પા ટુંક સમયમાં જ પોતાના કેબિનેટનો વિસ્તાર કરવાના છે. કેબિનેટમાં પહેલાથી જ ત્રણ મુખ્યમંત્રી ગોવિંદ કાર્જોલ, સીએન અશ્વથનારાયણ અને લક્ષ્મણ સાવાદી છે. 9 ડિસેમ્બરે પેટાચૂંટણીમાં કોંગ્રેસ અને જેડીએસના બળવાખોર નેતાઓના કારણે ભાજપ 12 સીટ જીતવામાં સફળ રહી હતી. જેમાંથી મોટાભાગના જીતેલા ઉમેદવારને મંત્રી બનાવવાનું નક્કી માનવામાં આવી રહ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ