karnataka mask is mandatory to prevent covid19 2022, health ministry advisory
હેલ્થ /
આવી ગયો પાછો મોટો કોરોના પ્રતિબંધ, આ રાજ્યમાં માસ્ક પહેરવું કરી દેવાયું ફરજિયાત
Team VTV06:13 PM, 22 Dec 22
| Updated: 06:17 PM, 22 Dec 22
ભારતનાં આ રાજ્યમાં માસ્ક લગાડવું એકવાર ફરી ફરજિયાત થઇ ગયું છે. રાજ્ય સરકારની એડવાઇઝરી અનુસાર લોકોને કોવિડ-19થી બચવા માટે દિશાનિર્દેશોનું પાલન કરવું જોઇએ.
ભારતનાં આ રાજ્યમાં માસ્ક પહેરવું થયું ફરજિયાત
રાજ્ય સરકારે એડવાઇઝરી કરી જાહેર
બંધ જગ્યાઓ પર માસ્ક જરૂરી
કોરોના વાયરસને લઇને વધી રહેલી આશંકાઓની વચ્ચે એકવાર ફરી માસ્કની વાપસી થઇ ગઇ છે. કર્ણાટકમાં સ્વાસ્થ્ય અધિકારીઓએ ગુરુવારે કોવિડ સુરક્ષા પ્રોટોકોલ જાહેર કર્યો છે. જેમાં માસ્ક લગાડવું એકવાર ફરી અનિવાર્ય થયું છે. રાજ્ય સરકારની એડવાઇઝરી અનુસાર લોકોએ કોવિડ-19થી બચવા માટેની તમામ ગાઇડલાઇન્સનું પાલન કરવું જોઇએ.
બંધ જગ્યાઓ પર માસ્ક પહેરવું ફરજિયાત
એડવાઇઝરી અનુસાર બંધ જગ્યાઓ પર માસ્ક પહેરવું ફરજિયાત છે. આ સિવાય વિદેશથી આવનારાં યાત્રિકોનું કોવિડ-19 ટેસ્ટ કરવામાં આવશે. હોસ્પિટલોમાં ઓક્સીજન સિલિન્ડર, પ્લાન્ટ અને જનરેટર તૈયાર રાખવા માટે પણ સૂચના આપી દેવામાં આવી છે. સરકારી અને ખાનગી બંને હોસ્પિટલોને કોવિડનાં દર્દીઓ માટે અલગ-અલગ બેડ્સની વ્યવસ્થા કરવા માટેનો પણ આદેશ આપવામાં આવ્યો છે. સ્વાસ્થ્ય વિભાગ વેક્સિનનાં ત્રીજા ડોઝની સાથે પાત્રતા ધરાવતાં લાભાર્થીઓને વેક્સિન લગાડવા અને વધુમાં વધુ વેક્સિન કેમ્પ કરશે.
Belagavi | Karnataka CM Basavaraj Bommai along with State health minister Dr K Sudhakar holds a review meeting regarding Covid19 situation in the state pic.twitter.com/MLRvmzVfxP
મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઇએ આપ્યું સૂચન
કર્ણાટકનાં મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઇએ કોરોના વાયરસનાં સંક્રમણને ફેલાતા રોકવા માટે સરકાર દ્વારા આપવામાં આવેલ સૂચનો અને ઉપાયોનું પાલન કરવા જનતાને આહ્વાન કર્યું છે. તેમણે લોકોને કોવિડ રોધક વેક્સિન લગાડવા માટેની અપીલ કરી છે. બોમ્મઇએ દુનિયાનાં કેટલાક દેશોમાં કોવિડનાં નવા કેસોમાં થઇ રહેલી વૃદ્ધિ અને દેશમાં સાર્સ કોવ -2 વાયરસનાં ઓમીક્રોન સ્વરૂપથી વિકસિત BF.7 પ્રકારથી સંક્રમિત દર્દીઓ વધવાની વચ્ચે આ અપીલ કરી છે.
'વાયરસ વીજળીથી પણ તેજ ગતિએ ફેલાય છે'
મુખ્યમંત્રીએ કહ્યું કે, આવા સમયમાં જ્યારે એ વાતને લઇને નિશ્ચિત હતાં કે કોવિડ જતો રહ્યો છે, અન્ય દેશોમાં તેના કેસો વધી રહ્યાં છે. આ સંક્રામક છે. આ એક દેશ (ચીન)થી સમગ્ર દુનિયામાં ફેલાય છે. તેથી રાજ્ય અને કેન્દ્ર , બંનેએ આ બાબતને ઘણી ગંભીરતાથી લીધેલ છે કારણકે વાયરસ વીજળીથી પણ તેજ ગતિએ ફેલાય છે.