બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / પેટ્રોલમાં 3 રુપિયા-ડીઝલમાં 3.2 રુપિયાનો વધારો, જાણો ક્યાં મોંઘું થયું

મોટું એલાન / પેટ્રોલમાં 3 રુપિયા-ડીઝલમાં 3.2 રુપિયાનો વધારો, જાણો ક્યાં મોંઘું થયું

Last Updated: 04:56 PM, 15 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કર્ણાટકમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. લોકસભા ચૂંટણી બાદ પહેલી વાર કોઈ રાજ્યમાં ઈંધણના ભાવમાં વધારો જોવા મળ્યો છે.

લોકસભા ચૂંટણી બાદ એક રાજ્યે ઈંધણના ભાવવધારો કરી દીધો છે. કર્ણાટક સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કર્યો છે. પેટ્રોલમાં 3 રુપિયા અને ડીઝલમાં 3.2 રુપિયા મોંઘું થયું છે. શનિવારે રાજ્ય સરકારના નોટીફિકેશન અનુસાર, કર્ણાટક સેલ્સ ટેક્સ (KST) પેટ્રોલ પર 25.92 ટકાથી વધારીને 29.84 ટકા અને ડીઝલ પર 14.3 ટકાથી વધારીને 18.4 ટકા કરવામાં આવ્યો છે. રાજ્યના નાણા વિભાગ દ્વારા જારી કરાયેલા નોટિફિકેશનમાં જણાવવામાં આવ્યું છે કે ભાવ વધારો તાત્કાલિક અમલમાં આવશે.

નવો કેટલો ભાવ

બેંગલુરુમાં પેટ્રોલ 99.84 રૂપિયા પ્રતિ લીટર જ્યારે ડીઝલ 85.93 રૂપિયા પ્રતિ લીટરના ભાવે વેચાઈ રહ્યું છે.

વધુ વાંચો : ડેટિંગ એપ પર મોટો ખેલ, રુપાળી છોકરીઓએ 30 લાખ લોકોને ફસાવ્યાં, જાણો આખું કૌભાંડ

દેશવ્યાપી પણ વધી શકે

પેટ્રોલ અને ડીઝલના ભાવમાં દેશવ્યાપી પણ વધારો થઈ શકે છે. દેશમાં ત્રીજી વાર મોદી સરકાર આવી છે.

ઈંધણના દેશવ્યાપી શું ભાવ

દેશમાં પેટ્રોલ અને ડીઝલના અલગ અલગ ઠેકાણે જુદા જુદા ભાવ છે. મુંબઈમાં 104.21 રૂપિયા છે. કોલકાતામાં પેટ્રોલની કિંમત 103.94 રૂપિયા પ્રતિ લીટર છે. તે જ સમયે, ચેન્નાઈમાં પેટ્રોલની કિંમત 100.75 રૂપિયા પ્રતિ લીટર છે. ડીઝલની વાત કરીએ તો આજે દેશની રાજધાની નવી દિલ્હીમાં ડીઝલની કિંમત 87.62 રૂપિયા છે. તે જ સમયે, મુંબઈમાં ડીઝલની કિંમત 92.15 રૂપિયા છે. કોલકાતામાં ડીઝલની કિંમત 90.76 રૂપિયા પ્રતિ લીટર અને ચેન્નાઈમાં ડીઝલની કિંમત 92.34 રૂપિયા પ્રતિ લીટર છે.

સંકળાયેલા મુદ્દાઓ

Karnataka petrol hike
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ