બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:53 PM, 17 July 2024
કર્ણાટકની સિદ્ધારમૈયા સરકારે પ્રાઈવેટ નોકરીઓમાં સ્થાનિક લોકોને અનામતવાળો નિર્ણય રદ કરી નાખ્યો છે. કર્ણાટક કેબિનેટ પ્રાઈવેટ નોકરીઓમાં સ્થાનિકોને 100 ટકા અનામત આપતું બિલ પસાર કર્યું હતું જે પછી મોટો વિવાદ પેદા થયો હતો.
ADVERTISEMENT
બિઝનેસ જગતમાંથી વિરોધી સૂર ઉઠ્યાં
રાજનીતિની સાથે બિઝનેસ જગતમાંથી પણ આ નિર્ણયની સામે સૂર ઉઠ્યાં હતા અને તેને કારણે આખરે સિદ્ધારમૈયા સરકારને ઝૂકવું પડ્યું હતું અને સ્થાનિક અનામતનો નિર્ણય પડતો મૂક્યો હતો.
ADVERTISEMENT
સીએમે પોસ્ટ ડિલિટ કરી
કર્ણાટકમાં સ્થાનિક લોકો માટે પ્રાઈવેટ નોકરીઓમાં 100 ટકા અનામતની જોગવાઈ કરીને સિદ્ધારમૈયા સરકાર ફસાઈ છે. મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ ગઈ કાલે કેબિનેટના આ નિર્ણયને આવકારતી પોસ્ટ મૂકી હતી જોકે મોટો વિવાદ થતાં આ પોસ્ટ તેમણે ડિલિટ કરી નાખી હતી અને સરકારની સ્પસ્ટતાં પણ સામે આવી છે.
વધુ વાંચો : પ્રાઈવેટ નોકરીઓમાં 100 ટકા અનામત ! વિવાદ વધતાં CMએ મારી પલટી, પોસ્ટ કરી ડિલિટ
શું હતું સ્થાનિક અનામત
કર્ણાટક સરકારે ખાનગી કંપનીઓમાં 'C અને D' ગ્રેડની પોસ્ટ્સ પર 100 ટકા કન્નડ લોકોને નિમણૂક કરવાનું ફરજિયાત બનાવવાના બિલને મંજૂરી આપી હતી જે પછી મોટો વિવાદ થયો હતો.
કિરણ મઝુમદાર શૉનો વિરોધ
બાયોકોન લિમિટેડના ચેરપર્સન કિરણ મઝુમદાર શૉએ આ નિર્ણયનો વિરોધ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે ખાનગી કંપનીઓમાં કન્નડ લોકો માટે અનામતના નિર્ણયમાંથી કુશળ લોકોને બાકાત રાખવા જોઈએ. તેમણે કહ્યું કે ટેક્નોલોજી હબ તરીકે અમને કુશળ પ્રતિભાની જરૂર છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT