બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 08:23 AM, 4 September 2024
Karnataka Dengue Epidemic : દેશના કેટલાક રાજ્યોમાં ડેન્ગ્યુ (Dengue) તાવના કેસો વધી રહ્યા છે. આ દરમિયાન હવે સમાચાર સામે આવ્યા છે કે, કર્ણાટક સરકારે ડેન્ગ્યુ (Dengue)ને મહામારી જાહેર કરી છે. સરકાર દ્વારા જાહેર કરાયેલા આદેશમાં કહેવામાં આવ્યું છે કે, રાજ્યમાં ડેન્ગ્યુ (Dengue)ને રોગચાળા તરીકે જાહેર કરવામાં આવ્યો છે. આ રોગની તમામ જાતોને સૂચનામાં સામેલ કરવામાં આવી છે. રોગચાળો જાહેર થયા બાદ હવે રાજ્યમાં ડેન્ગ્યુ (Dengue)ને લઈને ખાસ તકેદારી રાખવામાં આવશે અને આ તાવને રોગચાળા તરીકે ગણીને સારવાર અને નિવારણ માટેના પ્રોટોકોલ નક્કી કરવામાં આવશે.
ADVERTISEMENT
Due to the surge in dengue cases, the Government of Karnataka has declared dengue an epidemic disease in the state. To enhance prevention efforts, the following regulations are being enforced:
— Dinesh Gundu Rao/ದಿನೇಶ್ ಗುಂಡೂರಾವ್ (@dineshgrao) September 3, 2024
•All landowners, occupiers and builders must take necessary measures to prevent… pic.twitter.com/cr58bbroZb
કર્ણાટકના આરોગ્ય મંત્રીએ કહ્યું છે કે, રાજ્યમાં ડેન્ગ્યુ (Dengue)ના કેસ પર નજર રાખવામાં આવી રહી છે. ડેન્ગ્યુ (Dengue)ને કાબુમાં લેવા માટે તમામ વિભાગોને આદેશ આપવામાં આવ્યા છે. હોસ્પિટલોને ડેન્ગ્યુ (Dengue)ના દર્દીઓ માટે વ્યવસ્થા વધારવા માટે કહેવામાં આવ્યું છે. આ ઉપરાંત આશા વર્કરોને ઘરે ઘરે જઈને લોકોને જાગૃત કરવા પણ કહેવામાં આવ્યું છે. રાજ્યમાં ડેન્ગ્યુ (Dengue)થી થતા મૃત્યુને રોકવા માટે પણ પગલા લેવામાં આવી રહ્યા છે અને ડેન્ગ્યુ (Dengue)ને ઓળખવા માટે ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે.
ADVERTISEMENT
શા માટે ડેન્ગ્યુ (Dengue)ને રોગચાળો જાહેર કરાયો ?
કર્ણાટકના આરોગ્ય વિભાગના આંકડા મુજબ આ વર્ષે જાન્યુઆરીથી જુલાઈ સુધીમાં રાજ્યમાં ડેન્ગ્યુ (Dengue)ના 7 હજારથી વધુ કેસ નોંધાયા છે. કુલ સાત દર્દીઓના મોત પણ થયા છે. સતત વધી રહેલા ખતરાને જોતા સરકારે ડેન્ગ્યુ (Dengue)ને મહામારી જાહેર કરી છે. હવે દરેક હોસ્પિટલમાં દર્દીઓ માટે વોર્ડ દીઠ 10 બેડ અનામત રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત ઝૂંપડપટ્ટીમાં રહેતા લોકોને પણ મચ્છરદાની આપવામાં આવશે.
વધુ વાંચો : બોલ્ડનેસમાં તો ઉર્ફી જાવેદને પણ આપે ટક્કર, સંજય દત્તની લાડલીની હોટ તસવીરો વાયરલ
આવો જાણીએ શું છે ડેન્ગ્યુ (Dengue) ?
ડેન્ગ્યુ (Dengue) રોગ મચ્છર કરડવાથી થાય છે. ડેન્ગ્યુ (Dengue) ફેલાવનાર મચ્છર ચોખ્ખા પાણીમાં ઉગે છે. જ્યારે તે વ્યક્તિને કરડે છે ત્યારે ડેન્ગ્યુ (Dengue) વાયરસ તેનામાં ફેલાય છે. મોટાભાગના કિસ્સાઓમાં ડેન્ગ્યુ (Dengue) તાવ એક અઠવાડિયામાં શરીરમાંથી દૂર થઈ જાય છે પરંતુ કેટલાક કિસ્સાઓમાં તે ગંભીર લક્ષણોનું કારણ બની શકે છે. ડેન્ગ્યુ (Dengue)ને કારણે શરીરમાં પ્લેટલેટ્સનું સ્તર નીચે જઈ શકે છે. જો પ્લેટલેટ્સ 30 હજારથી નીચે આવે તો તે જીવલેણ બની શકે છે. ડેન્ગ્યુ (Dengue) શોક સિન્ડ્રોમનું કારણ પણ બની શકે છે અને એક સાથે અનેક અવયવોની નિષ્ફળતાનું કારણ બની શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.