બ્રેકિંગ ન્યુઝ
VTV / karnataka congress mla priyank kharge women have to sleep for government job
Pravin
Last Updated: 10:48 AM, 13 August 2022
ADVERTISEMENT
કર્ણાટક પ્રદેશ કોંગ્રેસ કમિટિના પ્રવક્તા અને ધારાસભ્ય પ્રિયંક ખડગેએ ખૂબ જ વાંધાજનક નિવેદન આપ્યુ છે. તેમણે રાજ્ય સરકાર પર આરોપ લગાવતા કહ્યું છે કે, સરકારી નોકરી માટે છોકરીઓને લાંચ આપવી પડે છે, જ્યારે છોકરીઓને કોઈની પણ સાથે સુવુ પડે છે. કોંગ્રેસ નેતાએ કથિત ભરતી કૌભાંડની ન્યાયિક તપાસ કરાવાની માગ કરી છે. તેમણે કહ્યું કે, આવા કેસની તપાસ SITએ કરવી જોઈએ અને સરકારે ફાસ્ટ ટ્રેક કોર્ટનું ગઠન કરવું જોઈએ.
ADVERTISEMENT
In this Govt, you won't get jobs without giving money. Earlier 2 ministers had resigned from Govt...To get a job in BJP-led govt (in state), young women have to get on couch & youth has to pay bribe...It has become a bribe-couch govt: Priyank Kharge, Karnataka Congress MLA(12.08) pic.twitter.com/YiHHbv6Sw8
— ANI (@ANI) August 13, 2022
કોંગ્રેસ ધારાસભ્યએ લગાવ્યો ગંભીર આરોપ
પ્રિયંક ખડગેએ આરોપ લગાવ્યો છે કે, કેટલાય સરકારી પદ પર મોટા પાયે ભરતીમાં કૌભાંડો થયા છે. જેમાં ભાજપ સામેલ છે. તેમણે કહ્યું કે, સરકારે જગ્યાને બચાવવાનો નિર્ણય કર્યો છે. જો છોકરીઓ સરકારી ઈચ્છે તો, તેમને કોઈની સાથે બેડ શેર કરવો પડે છે. છોકરાઓને સરકારી નોકરી માટે લાંચ આપવી પડે છે. એક મંત્રીએ છોકરીને કહ્યું કે, નોકરી માટે તેને સુવુ પડશે. આ મામલો સામે આવતા જ તેણે રિઝાઈન કરી દીધું. હું જે આરોપ લગાવી રહ્યો છે, આ તેનો પુરાવો છે.
કેપીટીસીએલની ભરતીમાં ભ્રષ્ટાચારનો આરોપ
કોંગ્રેસ નેતાએ કહ્યું કે, કર્ણાટક પાવર ટ્રાંસમિશન કોર્પોરેશન લિમિટેડે આસિસ્ટેંટ એન્જીનિયર,, જૂનિયર એન્જીનિયર અને સિવિલ એન્જીનિયર સહિત કુલ 1492 પદ પર ભરતી કરી છે. તેમણે કહ્યું કે, ગોકકમાં એક વિદ્યાર્થી પરીક્ષા દરમિયાન બ્લૂટૂથનો ઉપયોગ કરતો પકડાયો. મને જાણકારી મળી છે કે, આ ડીલ કુલ 600 પદ માટે થઈ છે. એવી શંકા છે કે, આસિસ્ટેંટ એન્જીનિયર પદ માટે 50 લાખ રૂપિયા અને જૂનિયર એન્જીનિયર પદ માટે 30 લાખ રૂપિયા લીધા છે. આ શંકા છે કે, આવી રીતે કુલ 300 કરોડ રૂપિયા એકઠા કરી લીધા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.