બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / કોંગ્રેસના CMને જોઇ રાજનાથ સિંહે એવું શું કર્યું કે Video થઇ ગયો વાયરલ, કહ્યું 'આ જ છે RSSની સંસ્કૃતિ'
Last Updated: 01:02 PM, 12 February 2025
રક્ષા મંત્રી રાજનાથ સિંહ મંગળવારે ' ઇન્વેસ્ટ કર્ણાટક 2025' કાર્યક્રમમાં પહોંચ્યા હતા. આ કાર્યક્રમના એમ તો ઘણા વીડિયો અને ફોટો સામે આવ્યા છે પરંતુ એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે જેને લોકો ઘણો પસંદ કરી રહ્યા છે. તો કોંગ્રેસી નેતાઓ અને તેમની પાર્ટી પર સવાલ પણ ઉઠી રહ્યા છે.
ADVERTISEMENT
શું છે તે વીડિયોમાં?
26 સેકન્ડના વાયરલ વીડિયોમાં રક્ષા મંત્રી રાજનાથ સિંહ અને કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયા જોવા મળે છે. જે આ દિવસોમાં ઘૂંટણના દુખાવાથી પીડાઈ રહ્યા છે. તેમના ઘૂંટણમાં ઈજા હોવા છતાં સિદ્ધારમૈયાએ મંગળવારે રાજ્યના અગ્રણી વૈશ્વિક રોકાણકારોની બેઠક ઇન્વેસ્ટ કર્ણાટક 2025ના ઉદ્ઘાટન સમારોહમાં હાજરી આપી હતી. આ પ્રસંગે તેઓ વ્હીલચેરમાં આવ્યા હતા. વીડિયોમાં જોઈ શકાય છે કે રાજનાથ સિંહે સિદ્ધારમૈયાને વ્હીલચેર પર બેઠેલા જોયા કે તરત જ તેમણે હાથથી ઈશારો કરવાનું શરૂ કર્યું અને તેમને બેસી રહેવા કહ્યું. ત્યારબાદ બંનેએ એકબીજાને શુભેચ્છા પાઠવી અને સિદ્ધારમૈયાએ રાજનાથ સિંહને તેમની વ્હીલચેર પર બેઠા બેઠા જ ફ્લાવર બુકે આપ્યું અને બંને વાતોએ વળગ્યા.
ADVERTISEMENT
Can you find any single Congress leader giving respect to a bjp leader in the same way!?
— Mahesh Vikram Hegde 🇮🇳 (@mvmeet) February 11, 2025
Foreget BJP,
Will you atleast find any Congress leader,
Giving respect to other Congress leaders in the same way!?
THIS IS CALLED RSS CULTURE!! pic.twitter.com/hHyQJMi1qL
કર્ણાટકના મુખ્યમંત્રીને રાજનાથની સલાહ
ઇન્વેસ્ટ કર્ણાટક-2025' ના ઉદ્ઘાટન પ્રસંગે કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાના ઘુંટણના દુખાવા અંગે કટાક્ષ કરતાં રાજનાથ સિંહે કહ્યું કે, " સિદ્ધારમૈયા તમામ અવરોધોને પાર કરશે. જ્યારે હું શનિવારે બેંગલુરુ આવ્યો ત્યારે મને મુખ્યમંત્રી સિદ્ધારમૈયાના ઘૂંટણમાં દુખાવાની ખબર પડી. તેમને આ કાર્યક્રમમાં જોઈને આનંદ થયો અને તે દર્શાવે છે કે તેઓ ઝડપથી સ્વસ્થ થઈ રહ્યા છે. રાજકારણમાં તમારા પગ સુરક્ષિત રાખવા ખૂબ જ મહત્વપૂર્ણ છે અને તમારે ખૂબ કાળજી રાખવી પડશે કારણ કે તમને દરેક જગ્યાએ અવરોધો મળશે" . આ ટિપ્પણી સાંભળીને ત્યાં હાજર શ્રોતાઓ અને સિદ્ધારમૈયા પોતે પણ હસવા લાગ્યા જેથી પણ કોંગ્રેસી નેતા અને પાર્ટીને લઈને પ્રશ્નો ઊભા થયા છે.
વધુ વાંચો:
આ છે RSSની સંસ્કૃતિ
કોઈએ આ ઘટનાનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર શેર કર્યો જેના પછી આ વીડિયો વાયરલ થવા લાગ્યો. એક યુઝરે પોતાના કમેન્ટ કરી કે 'શું તમે કોઈ એવો કોંગ્રેસી નેતા જોયો છે કે જે ભાજપના નેતાને આટલું માન આપે? ભાજપને બાજુ પર રાખો શું તમને એકપણ એવો કોંગ્રેસી નેતા પણ મળશે કે જે બીજા કોંગ્રેસી નેતાને આટલું માન આપતો હોય? આને કહેવાય RSS સંસ્કૃતિ!!" જે બાદ ઘણા યુઝર્સે પોતાના મંતવ્યો વ્યક્ત કર્યા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.