બ્રેકિંગ ન્યુઝ
VTV / Karnataka bjp mla son caught taking 40 lakh bribe sent to 14 day custody
Arohi
Last Updated: 07:40 PM, 3 March 2023
ADVERTISEMENT
કર્ણાટકમાં BJPના ધારાસભ્ય મદલ વિરૂપક્ષપ્પાના દિકરા પ્રશાંત કુમાર કે એક જમીનદાર પાસેથી 40 લાખ રૂપિયાની લાંચ લેતા ઝડપાયા હતા. આ ઘટનાના એક દિવસ બાદ લોકાયુક્ત પોલીસે ધારાસભ્યના પુત્રના ઘરથી છ કરોડ રૂપિયા કેસ મેળવ્યા છે. તેને લઈને કોંગ્રેસ મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈની સરકાર પર વારપ્રહારો કરી રહી છે.
ભ્રષ્ટાચાર પર એક્શન
તેના જવાબમાં સીએમએ કહ્યું કે તે કોઈ પાર્ટીનો પક્ષ લીધા વગર ભ્રષ્ટાચાર પર એક્શન લેશે. ત્યાં જ આરોપી ધારાસભ્યએ તેને પોતાના પરિવાર વિરૂદ્ધ ક્ષડયંત્ર ગણાવ્યું છે. અહીં થવા જઈ રહેલી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખતા બીજેપી માટે આ લાંચ કાંડ પ્રતિષ્ઠા પર શરમજનક તરીકે જોવામાં આવી રહ્યો છે.
ADVERTISEMENT
The anti-corruption branch of Lokayukta yesterday arrested Prashanth Maadal, son of BJP MLA Maadal Virupakshappa, while taking a bribe of Rs 40 lakh. Over Rs 1.7 crore in cash recovered from his office. Prashanth Maadal is chief accountant in BWSSB: Karnataka Lokayukta pic.twitter.com/5Blext88i1
— ANI (@ANI) March 3, 2023
શું હતો મામલો?
લોકાયુક્ત સૂત્રોના જણાવ્યા અનુસાર, બેંગ્લોર વોટર સપ્લાય અને સીવરેજ બોર્ડના ચીફ એકાઉન્ટ્સ ઓફિસર પ્રશાંતને ગુરૂવારે સાંજે કર્ણાટક સાબુ અને ડિટર્જન્ટ લિમિટેડ ઓફિસમાં એક જમીનદાર પાસેથી 40 લાખ રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપવામાં આવ્યા છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર વિરૂપક્ષપ્પા કેએસડીએલના અધ્યક્ષ છે અને પ્રશાંત કથિત રીતે પોતાના પિતાની તરફથી લાંચનો પહેલો હપ્તો લઈ રહ્યા હતા.
Bengaluru | When Lokayukta police raided the office they recovered Rs 2.2 crore, they raided residence & recovered Rs 6.10 crore. Five persons apprehended, FIR registered. Whosoever has role in this matter, it will be revealed: B.S. Patil,Karnataka Lokayukta on Lokayukta raid pic.twitter.com/8AFsBzJgNy
— ANI (@ANI) March 3, 2023
ઘર પર કરી રેડ
પોલીસકર્મીઓના કેએસડીએલ ઓફિસમાંથી કેશથી ભરેલા ત્રણ બેગ પણ મળ્યા. લોકાયુક્તના અધિકારીઓએ પ્રશાંતના પડાયા બાદ તેમના ઘરે છાપા મારી અને શુક્રવારે પણ પોતાનું અભિયાન ચાલુ રાખ્યું. લોકાયુક્ત સૂત્રોના જણાવ્યા અનુસાર શુક્રવારે તેમણે પ્રશાંતના ઘરેથી છ કરોડ રૂપિયા કેશ મેળવ્યા.
પ્રશાંતને એક જમીનદાર પાસેથી લાંચ લેતા પડકવામાં આવ્યા હતા. જેણે સાબુ અને ડિટર્જન્ટ ઉત્પાદન માટે કેએસડીએલને જરૂરી રસાયણોનો સપ્લાય કર્યો હતો. ધારાસભ્યના પુત્રએ 81 લાખ રૂપિયાની માંગ કરી હતી અને 40 લાખ રૂપિયા પહેલો હપ્તો હતો.
જમીનદારે એક અઠવાડિયા પહેલા લોકાયુક્ત પાસે સંપર્ક કર્યો અને લાંચની માંગ કરવાની ફરિયાદ કરી હતી અને ત્યાર બાદ આ જાળ ફેંકવામાં આવ્યું હતું.
'પક્ષપાત વગર થશે ભ્રષ્ટાચાર પર એક્શન'
આ વચ્ચે ઘરપકડ પર પ્રતિક્રિયા વ્યક્ત કરતા રાજ્યના મુખ્યમંત્રી વસવરાજ બોમ્મઈએ કહ્યું કે લોકાયુક્ત પોલીસનું જાળ પાથરવું આ વાતનો પુરાવો છે કે ગઈ કોંગ્રેસ સરકારે પોતાના ખોટા કામોને છુપાવવા માટે લોકાયુક્ત સંસ્થાન ઉપરાંત એક અલગ ભ્રષ્ટાચાર વિરોઝી બ્યૂરો બનાવ્યું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.