કર્ણાટકમાં ભાજપ ધારાસભ્ય અરવિંદ નિંમ્બાવલીની પુત્રીનો એક વીડિયો ઝડપથી વાયરલ થયો છે. વીડિયોમાં તે પોલીસકર્મીઓ સાથે ચર્ચા કરી રહી છે.
કર્ણાટકમાં ભાજપ ધારાસભ્યની પુત્રીએ તોડ્યુ સિગ્નલ
યુવતીએ રસ્તા પર તમાશો કરી પોલીસકર્મીઓ સાથે કરી ઝપાઝપી
પોલીસકર્મીઓએ યુવતી પર 10 હજારનો દંડ ફટકાર્યો
ટ્રાફિક સિગ્નલ તોડતા પોલીસે યુવતીને અટકાવી
ખરેખર ટ્રાફિક સિગ્નલ તોડતા પોલીસે તેને અટકાવી હતી. ત્યારબાદ યુવતીએ પોતાનો પાવર બતાવવાનુ શરૂ કરી દીધુ અને રસ્તા પર તમાશો કર્યો. જો કે, પોલીસકર્મીઓએ યુવતીની ઉપર 10 હજારનો દંડ ફટકારી યુવતીની ચરબી ઉતારી દીધી. આ મામલો બેંગ્લોરમાં રાજભવનની પાસે જણાવવામાં આવ્યો છે. જાણકારી મુજબ, ભાજપ ધારાસભ્ય અરવિંદ નિમ્બાવલીની પુત્રી પોતાના મિત્રોની સાથે બીએમડબલ્યુ કારમાં સવાર થઇને જતી હતી. આ દરમ્યાન તેણે રેડ લાઈટને નજર અંદાજ કરી અને ટ્રાફિક સિગ્નલને તોડીને આગળ વધી. ત્યારબાદ ત્યાં હાજર રહેલા પોલીસકર્મીઓએ તેને અટકાવી દીધી અને તેના પર દંડ લગાવવાની વાત કહી.
યુવતીએ રસ્તા પર પોલીસકર્મીઓ સાથે કરી ઝપાઝપી
પોલીસકર્મીઓ દ્વારા અટકાવ્યાં બાદ યુવતીને ગુસ્સો આવ્યો અને રસ્તા પર પોલીસકર્મીઓ સાથે ઝપાઝપી થઇ. જણાવવામાં આવ્યું છે કે યુવતીએ સ્થાનિક પત્રકાર અને એક કેમેરાપર્સનની સાથે પણ ગેરવર્તન કર્યુ. ચર્ચા કરતા યુવતીએ પોતાના પિતા ધારાસભ્ય હોવાનો રોબ પણ બતાવ્યો અને કાર અટકાવતા ધમકી પણ આપી. આ દરમ્યાન રાજભવન તરફથી જતા રસ્તા પર પણ ટ્રાફિક જામ થયો.