બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / જૂના અને જાણીતા પ્રાચીન શિવ મંદિરમાં કેળાં પર પ્રતિબંધ, કારણ જાણી અચંબિત થઈ ગયા ભક્તો

કર્ણાટક / જૂના અને જાણીતા પ્રાચીન શિવ મંદિરમાં કેળાં પર પ્રતિબંધ, કારણ જાણી અચંબિત થઈ ગયા ભક્તો

Last Updated: 11:27 PM, 16 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કર્ણાટકના હમ્પીમાં આવેલા વિરુપક્ષ મંદિરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં મંદિર પ્રશાસને ભક્તોની શ્રદ્ધા અને મંદિરના હાથીના સ્વાસ્થ્ય વચ્ચે સંતુલન જાળવવા માટે એક મોટું પગલું ભર્યું છે.

કર્ણાટકના હમ્પીમાં સ્થિત વિરુપક્ષ મંદિરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીં મંદિર પ્રશાસને ભક્તોની શ્રદ્ધા અને મંદિરના હાથીના સ્વાસ્થ્ય વચ્ચે સંતુલન જાળવવા માટે એક મોટું પગલું ભર્યું છે. મંદિરે પરિસરમાં કેળા લાવવા અને ખવડાવવા પર પ્રતિબંધ મૂક્યો છે. આ નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો કારણ કે ભક્તો હાથીને જરૂર કરતાં વધુ કેળા ખવડાવી રહ્યા હતા. જેના કારણે તેમના સ્વાસ્થ્ય પર અસર થઈ રહી હતી અને મંદિર પરિસરમાં ગંદકી પણ વધી રહી હતી.

Banana

મંદિર પ્રશાસનનો મોટો નિર્ણય

હમ્પીમાં 7મી સદીના ઐતિહાસિક વિરુપાક્ષ મંદિરે તાજેતરમાં આ નિર્ણય લીધો છે. મંદિરના મેનેજમેન્ટ અધિકારીએ જણાવ્યું હતું કે ભક્તો હાથીને કેળા ખવડાવવા માટે એટલા ઉત્સાહિત થાય છે કે તે તેના માટે નુકસાનકારક બની શકે છે. તેમણે કહ્યું કે લોકો હાથીને જરૂર કરતાં વધુ કેળા ખવડાવી રહ્યા હતા એટલું જ નહીં. તેઓએ કેળાની છાલ અને પ્લાસ્ટિકની થેલીઓના પગલે મંદિર પરિસરમાં ગંદકી થાય છે.

મંદિર પ્રશાસનના જણાવ્યા અનુસાર ભક્તોની ભાવનાઓનું સન્માન કરતી વખતે હાથીના સ્વાસ્થ્ય અને મંદિર પરિસરની સ્વચ્છતાને પ્રાથમિકતા આપવી મહત્વપૂર્ણ છે. હાથીને વધુ પડતા કેળા ખવડાવવાથી તેના પાચનતંત્ર પર ખરાબ અસર પડી શકે છે. ઉપરાંત કેળાની છાલ અને પ્લાસ્ટિકની થેલીઓ માત્ર ગંદકી જ નહીં પરંતુ પર્યાવરણ માટે પણ હાનિકારક છે.

મંદિર પ્રશાસને ભક્તોને અપીલ કરી

મંદિર પ્રશાસને ભક્તોને અપીલ કરી છે કે તેઓ આ પ્રતિબંધને ખોટા સંદર્ભમાં ન લે. આ નિર્ણય હાથી, મંદિર અને ભક્તોના કલ્યાણ માટે લેવામાં આવ્યો છે. અમે નથી ઇચ્છતા કે આ વિવાદનો વિષય બને. તેમણે એમ પણ કહ્યું કે પ્રતિબંધના સમાચાર આવ્યા પછી તેમને આ અંગે અનેક ફોન કોલ્સ આવ્યા છે.

વિરુપક્ષ મંદિરનું ઐતિહાસિક મહત્વ

હમ્પીનું વિરુપક્ષ મંદિર માત્ર ધાર્મિક દૃષ્ટિકોણથી જ મહત્વપૂર્ણ નથી, પરંતુ યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ સાઇટ્સમાં પણ તેનો સમાવેશ થાય છે. આ મંદિર ભગવાન શિવને સમર્પિત છે અને દર વર્ષે હજારો ભક્તો અને પ્રવાસીઓ અહીં આવે છે. મંદિરનો હાથી પણ અહીં એક મોટું આકર્ષણ છે, જેને ભક્તો ખૂબ પ્રેમથી જુએ છે.

વધુ વાંચો : હવે ખરાબ રોડ રસ્તા બનાવ્યા તો બિન જામીન પાત્ર ગુનો બનશે, નીતિન ગડકરીએ કરી ભલામણ

સકારાત્મક સંદેશ

આ કિસ્સો દર્શાવે છે કે શ્રદ્ધા અને જવાબદારી વચ્ચે સંતુલન જાળવવું કેટલું મહત્વપૂર્ણ છે. ભક્તોની ભાવનાઓનો આદર કરતી વખતે એ પણ સુનિશ્ચિત કરવું જોઈએ કે તેમની પ્રવૃત્તિઓ કોઈને નુકસાન ન પહોંચાડે. વિરુપક્ષ મંદિર પ્રશાસનનું આ પગલું ધાર્મિક સ્થળોએ સ્વચ્છતા અને પ્રાણીઓના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું કેટલું મહત્વપૂર્ણ છે તે અંગે સકારાત્મક સંદેશ આપે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Karnataka Hampi VirupakshaTemple Shivatemple
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ