બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / ગજબ! યુવાનોએ કરી 'ખોટા કામ'ની ઉજવણી, વીડિયો જોઈને માની જ નહીં શકાય, મચ્યો મોટો હડકંપ

કર્ણાટક / ગજબ! યુવાનોએ કરી 'ખોટા કામ'ની ઉજવણી, વીડિયો જોઈને માની જ નહીં શકાય, મચ્યો મોટો હડકંપ

Last Updated: 08:38 AM, 24 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કર્ણાટકમાં એક હેરાનીભર્યો મામલો સામે આવ્યો છે જેમાં રેપના આરોપસર જેલમાંથી છૂટ્યા બાદ આરોપીઓએ વિજયી સરઘસ કાઢ્યું હતું.

સોળ મહિના પહેલા, કર્ણાટકના હાવેરીમાં એક આંતરધાર્મિક યુગલના હોટલના રૂમમાં ઘણા પુરુષો ઘૂસી ગયા હતા, મહિલાને નજીકના જંગલમાં ખેંચી ગયા હતા અને તેના પર કથિત રીતે સામૂહિક બળાત્કાર ગુજાર્યો હતો. આરોપીઓને જેલની સજા થઈ હતી અને હવે આ તમામ આરોપીઓને છોડી મૂકાયા છે. જેલમાંથી છૂટ્યા બાદ આરોપીઓએ તેની ઉજવણી કરી જેનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં આરોપીઓ જશ્ન મનાવી રહેલા જોઈ શકાતા હતા.

વિજયી સરઘસ કાઢ્યું

રેપના આરોપસર જેલમાંથી છૂટ્યા બાદ બાઈક, કાર, સંગીત અને જોરથી ઉજવણીના ગીતો સાથે વિજયી જાહેર સરઘસ કાઢ્યું હતું. આ પરેડ હાવેરીના અક્કી અલુર શહેરમાં થઈ હતી, જ્યાં સ્થાનિક રસ્તાઓ પરથી મુક્ત કરાયેલા વ્યક્તિઓ સાથે મોટરબાઈક અને કારનો કાફલો પણ ગયો હતો. હાવેરી સેશન્સ કોર્ટે તાજેતરમાં સાત મુખ્ય આરોપીઓને જામીન આપ્યા છે.

વધુ વાંચો : 'મા પાસે મરશિયા ગવડાવ્યાં', ભીલ કન્યા સાથે લગ્ન પછી સોમનાથની રક્ષા કાજે આપી પ્રાણની આહૂતિ, વીર હમીરજી ગોહિલની ભવ્ય શૌર્યગાથા

શું હતો કેસ

હાવેરીમાં બે અલગ અલગ ધર્મના યુવક-યુવતીએ પ્રેમલગ્ન કરી લીધા હતા ત્યાર બાદ બન્ને એક હોટલમાં રોકાયા હતા આ દરમિયાન કેટલાક શખ્સો હોટલમાં ઘુસી આવ્યાં હતા અને યુવાનને મારઝૂડ કરી હતી અને યુવતીને ખેંચીને જંગલમાં લઈ ગયા હતા ત્યાર બાદ બધાએ તેની પર ગેંગરેપ કર્યો હતો. યુવતીએ શખ્સો સામે પોલીસ ફરિયાદ લખાવી હતી જે પછી તેમની ધરપકડ કરવામાં આવી અને 16 મહિના જેલમાં રહ્યાં બાદ તેઓ છૂટ્યાં હતા અને વિજયી સરઘસ કાઢ્યું હતું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

viral news crime news Karnataka news
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ