karnataka 15 mlas against yeddyurappa may reach delhi demand for a place in the cabinet
રાજકારણ /
આ ભાજપશાસિત રાજ્યમાં નવા-જૂનીના એંધાણ : મુખ્યમંત્રી વિરુદ્ધ દિલ્હી કૂચની તૈયારીમાં 15 MLA?
Team VTV11:47 AM, 20 Jan 21
| Updated: 12:08 PM, 20 Jan 21
કર્ણાટકમાં ભાજપની સરકાર પોતાના ધારાસભ્યોના બળવાખોર વલણથી પરેશાન છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે રાજ્ય ભાજપના લગભગ 15 ધારાસભ્યોએ યેદિયુરપ્પાની વિરુદ્ધ મોર્ચો માંડ્યો છે. તેમની યોજના છે કે તે દિલ્હીમાં હાઈકમાન સાથે મુલાકાત કરશે. હાલમાં જ કર્ણાટકમાં કેબિનેટનો વિસ્તાર કરી 7 લોકોને મંત્રી બનાવવામાં આવ્યા છે. યેદિયુરપ્પાની વિરુદ્ધ એકજૂથ થયેલા ધારાસભ્યોનું કહેવું છે કે તેમને ફરીથી મંત્રી બનાવવામાં આવ્યા છે જે પહેલા મંત્રી હતા. તેમને દાવો છે કે સરકારમાં મંત્રી બનાવવાના માપદંડો ખોટા છે.
નવા મંત્રીઓને વિભાગ ફાળવી શકે છે યેદિયુરપ્પા
પાર્ટીમાં અભિવ્યક્તિ સ્વતંત્રતાના લોકતાંત્રિક માળખાની અંદર આ બેઠક થશે
યુવાનોને મંત્રી મંડળમાં જગ્યા આપવામાં આવે
પાર્ટીમાં અભિવ્યક્તિ સ્વતંત્રતાના લોકતાંત્રિક માળખાની અંદર આ બેઠક થશે
અસંતુષ્ઠ ધારાસભ્યોના વિષયને આલાકમાન સુધી પહોંચાડવાની આગેવાની કરી રહેલા રેણુકાચાર્યએ કહ્યું કે પાર્ટીમાં અભિવ્યક્તિ સ્વતંત્રતાના લોકતાંત્રિક માળખાની અંદર આ બેઠક થશે. મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાના વફાદાર મનાતા રેણુકાચાર્યએ મીડિયાને આગ્રહ છે કે તેમને અસંતુષ્ય અથવા બાગી ધારાસભ્ય ન માનવામાં આવે.
યુવાનોને મંત્રી મંડળમાં જગ્યા આપવામાં આવે
બીજી તરફ મનાઈ રહ્યુ છે કે ભાજપા હાઈકમાન એક વાર ફરી મંત્રીમંડળમાં કોઈ પણ પ્રકારના ફેરફારની મંજૂરી નહીં આપે. ધારાસભ્યોનું કહેવું છે કે જો એપ્રિલ સુધી હાઈકમાન તેમની માંગો માની લે છે તો સિનિયર મંત્રીઓની મંત્રિમંડળમાંથી વિદાઈ થઈ જશે. યેદિયુરપ્પાની વિરુદ્ધ એકજૂથ ધારાસભ્યોમાં એક શિવાનગૌડા નાયકે કહ્યુ કે જે લોકો 20 મહિનાની સરકારમાં મંત્રી રહી ચૂક્યા છે. તેમને હટાવી યુવાનોને જગ્યા આપવામાં આવે. સિનિયર લોકો પાર્ટીનું કામ જોવે અને વર્ષ 2023ની ચૂંટણીની રણનીતિ બનાવે.
નવા મંત્રીઓને વિભાગ ફાળવી શકે છે યેદિયુરપ્પા
ત્યારે કર્ણાટકના મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પાએ મંગળવારે સંકેત આપ્યા કે તે હાલમાં જ મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવેલા 7 નવા મંત્રીઓને 21 જાન્યુઆરીએ વિભાગોની ફાળવણી કરી શકે છે. આ પ્રકારના ક્યાસ પણ લગાવાઈ રહ્યા છે કે મુખ્યમંત્રી અન્ય મંત્રઓના વિભાગમાં ફેરબદલ કરી શકે છે. રાજ્યના મંત્રીમંડળમાં 33 મંત્રી છે. એક સવાલના જવાબમાં યેદિયુરપ્પાએ કહ્યું કે હું આની (વિભાગો) જાહેરાત ગુરુવારે કરીશ. હું બુધવારે તમામની સાથે વિચાર વિમર્શ કરીશ અને પછી ગુરુવારે જાહેરાત કરીશ. ઉલ્લેખનીય છે કે લાંબી રાહ બાદ યુદિયુરપ્પાએ 13 જાન્યુઆરીએ પોતાના મંત્રીમંડળનો વિસ્તાર કરતા નવા 7 મંત્રીઓને તેમાં સામેલ કર્યા હતા.