બ્રેકિંગ ન્યુઝ
Vaidehi
Last Updated: 05:48 PM, 11 December 2023
ADVERTISEMENT
રાશિફળ 2024ની દ્રષ્ટિએ નવો ઘણો ખાસ છે. ગ્રહોની ચાલ વર્ષ 2024માં તમામ 12 રાશિઓને પ્રભાવિત કરવા જઈ રહી છે. શિક્ષણ, જોબ, કરિયર, લવ લાઈફ અને ધનનાં મામલામાં આ નવું વર્ષ આ 4 રાશિનાં જાતકો માટે કેવું હશે.. આવો જાણીએ.
કર્ક
નવું વર્ષ કર્ક રાશિનાં જાતકો માટે શરૂઆતમાં થોડું આપત્તિજન્ય રહેશે. માર્ચ 2024 બાદથી ધન સંબંધિત સમસ્યાઓથી રાહત મળી શકે છે. જો તમે ભાડાનાં મકાનમાં રહો છો તો તમને ઘર બદલવાનાં વિચારો આવી શકે છે. પણ નવી પ્રોપર્ટી શોધવામાં કેટલીક મુશ્કેલી સામે આવી શકે છે. ઊતાવળમાં નિર્ણય ન લેવો જોઈએ. મે 2024નાં આરંભમાં કરિયરમાં સારો ગ્રોથ જોવા મળી શકે છે. પ્રમોશનનો યોગ પણ બની શકે છે. ઓફિસમાં પણ યોગદાન વધશે. ફેમિલી ટ્રિપ પર પણ તમે જઈ શકો છો. ઓક્ટોબર 2024માં ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે. કોઈ નવો મહેમાન આવી શકે છે.
ADVERTISEMENT
કન્યા
કરિયરનાં દ્રષ્ટિએ કન્યા રાશિનાં જાતકો માટે 2024નું વર્ષ ઘણું વિશિષ્ટ હશે. જાન્યુઆરી 2024થી ફેબ્રુઆરી 2024 સુધી કાર્યોમાં વિલંબ આવશે પણ માર્ચ 2024 બાદથી ચીજોમાં બદલાવ જોવા મળશે. જે લોકો નોકરીમાં છે તેમને લાભ થશે. આ વર્ષે પ્રમોશન પણ મળી શકે છે. પ્રાઈવેટ જોબ બદલવા માટેની આતુરતા રહેશે. મીડિયા, વકાલત અને પ્રકાશન સાથે સંકળાયેલા લોકોને લાભ થશે. નવી કાર કે મકાનનું સપનું પૂરું થઈ શકે છે. જૂલાઈ 2024થી સપ્ટેમ્બર 2024નો મહિનો ખુશીઓથી ભરપૂર રહેશે. સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું.
ધનુ
2024માં ધનુ રાશિ લક્કી રહેશે. વિદ્યાર્થીઓ માટે આ વર્ષ ખાસ રહેશે. જે લોકો કોમ્પેટેટિવ પરીક્ષાની તૈયારી કરી રહ્યાં છે તેમને લાભ મળી શકે છે. જાન્યુઆરી 2024થી માર્ચ 2024નો સમય તમારા કરિયરને નવી દિશા આપી શકે છે. આળસને ત્યાગવી. બેંકિંગ અને શેરબજાર સાથે સંકળાયેલા લોકોને લાભ થશે. જે લોકોનાં લગ્નમાં વિધ્ન આવી રહ્યાં છે તે જૂલાઈ 2024 બાદ દૂર થઈ શકે છે. ઑક્ટોબર 2024 સુધી લગ્નની વાત ફાઈનલ મોડ પર આવી શકે છે.
મકર
શનિની આ રાશિ 2024 માં ઉન્નતિ કરશે. જાન્યુઆરી 2024નાં અંતમાં તમને શનિ ધનલાભ કરાવશે. પ્રોપર્ટીનાં કામમાં સફળતા મળી શકે છે. ઑફિસમાં પણ તમારા કામને લઈને બોસ વખાણ કરી શકે છે. બિઝનેસ ટૂર પણ શક્ય છે. જે લોકો વિદેશ જવા ઈચ્છે છે તેમની ઈચ્છા આ વર્ષે પૂરી થઈ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.