નર્મદા / કરજણ ડેમમાં પાણીની સતત આવક, નદીકાંઠાના ગામોને એલર્ટ કરાયાં

Karjan Dam heavy rain River Alert

નર્મદા જિલ્લામાં અને ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના કારણે કરજણ ડેમમાં પાણીની ભારે આવક થઈ રહી છે. ડેમમાં 47000 ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જેના કારણે ડેમની જળસપાટી 115.25 મીટરે પહોંચી છે. જ્યારે બીજી તરફ ડેમની ભયજનક સપાટી 116 મીટર છે, ત્યારે ડેમનું રૂલ લેવલ જાળવી રાખવા માટે ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ