કારગિલ વિજય દિવસના 20 વર્ષ પૂરા થયા છે. ત્યારે દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં PM મોદી અને કેબિનેટના મંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન શહીદ જવાનોની શૌર્યગાથા સાંભળીને PM નરેન્દ્ર મોદી તથા સેના ચીફ બિપીન રાવતની આંખો ભરાઈ આવી હતી. તો હાજર તમામ લોકોની આંખોમાં પણ પાણી આવી ગયા હતા.
પ્રધાનમંત્રી થયા ભાવુક
ઉલ્લેખનીય છે કે, આ શૌર્યગાથા શહીદ જવાન લાંસ નાયક બચ્ચન સિંહની હતી. જેઓ કારગિલ યુધ્ધમાં શહીદ થયા હતા. કારગિલ યુદ્ધમાં શહીદ થયેલા જવાન લાંસ નાયક બચ્ચન સિંહની અંતિમ ચિઠ્ઠીને વાંચતા એક ડાન્સ ગ્રૂપે પર્ફોમન્સ આપ્યું હતું. આ પર્ફોમન્સ પછી PM મોદી તથા સેના ચીફ બિપીન રાવત ભાવુક થઈ ગયા હતા અને તેમની આંખો ભરાઈ આવી હતી. આ કાર્યક્રમમાં શહીદ જવાન લાંસ નાયક બચ્ચન સિંહની પત્નીને સમ્માનિત કરવામાં આવ્યા હતા. આ સમયે તેમના પુત્ર લેફ્ટેનન્ટ હિતેશ પણ હાજર રહ્યા હતા.
આપને જણાવી દઇએ કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના વક્તવ્યમાં કહ્યું કે યુદ્ધ સરકારો નથી લડતી પરંતુ સમગ્ર દેશ લડે છે. સરકારે આવે છે અને જાય છે પરંતુ જે દેશ માટે જીવવા મરવાની પરવાહ નથી કરતા તે અમર થઇ જાય છે. સૈનિકો આવનાર દિવસો માટે પોતાનું બલિદાન આપી દેતા હોય છે.
કારગિલના સંસ્મરણો વાગોળ્યા
પ્રધાનમંત્રીએ જુના સંસ્મરણો તાજા કરતા જણાવ્યું હતું કે, 2014માં પ્રધાનમંત્રી બન્યા પહેલા કારગિલ જવાનો અવરસ પ્રાપ્ત થયો હતો. પરંતુ જ્યારે કારગિલ યુદ્ધ જીત્યા ત્યારે પણ કારગિલ ગયો હતો. વધુમાં તેમણે કહ્યું કે, વિજય આપણા દીકરા-દીકરીઓની બહાદુરીનો છે. આ ભારતની તાકાત તથા ધૈર્યની જીત છે. આ ભારતની પવિત્રતા અને અનુશાસનની જીત છે. આ દરેક ભારતીયોની આશાની જીત છે.
Delhi: Lieutenant Hitesh (son of Lance Naik Bachan Singh who lost his life in Kargil War) with his mother, Kamesh Bala, at #KargilVijayDiwas commemorative function at Indira Gandhi Indoor Stadium. Lt Hitesh joined the same battalion his father had served at the time of war. pic.twitter.com/AslLKto9lv
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે, 20 વર્ષ પહેલા કારગિલ જવાનું થયું હતું ત્યારે યુદ્ધ ચરમસીમા પર હતું, દુશ્મનો ઉંચા શિખર પર બેસીને પોતાની રમત રમી રહ્યા હતા. આપણા જવાનો મોતનો સામનો કરી રહ્યા હતા તિરંગો લઇ જનારા આપણા જવાનો સૌથી પહેલા ઘાટી સુધી પહોંચવા માગે છે. પાકિસ્તાન શરૂઆતથી જ કાશ્મીરને લઇને કપટ કરી રહ્યું છે, 1948, 1965,1971 તેણે આ જ કામ કર્યું પરંતુ 1999માં તેનું કપટ સફળ ન થઇ શક્યું.
આપને જણાવી દઇએ કે, આ પ્રથમ ઘટના છે જ્યારે પ્રધાનમંત્રી કારગિલ વિજય દિવસના પ્રસંગે રાષ્ટ્રને સંબોધન કરી રહ્યા છે. અત્યાર સુધી કોઇપણ પ્રધાનમંત્રીએ કારગિલ વિજય દિવસ પર આયોજિત કોઇ સાર્વજનિક કાર્યક્રમમાં ભાગ લીધેલ નથી.