હરિત વિરાંજલી / કારગિલના શહીદ જવાનોને પાટણવાસીઓએ અનોખી શ્રદ્ધાજલિ આપી, આટલા વૃક્ષોનું એકસાથે કરાયું વાવેતર

Kargil martyred soldiers tribute Patan 11111 trees planted

પાટણ જિલ્લા કલેક્ટર આનંદ પટેલ દ્વારા સહસ્ત્ર તરૂ વનનું પ્રથમ સોપાન કારગીલના શહિદોને અર્પણ કરવામાં આવ્યું હતું. કુલ 60 હજાર ચો.મી. જગ્યામાં આગામી ઓગષ્ટ મહિનાના અંત સુધીમાં વૃક્ષારોપણ પૂર્ણ કરાશે. પાટણ ખાતે નિર્માણ પામનાર સહસ્ત્ર તરૂ વનના પ્રથમ તબક્કામાં 11,111 વૃક્ષોના વાવેતર દ્વારા કારગિલના યુદ્ધમાં શહિદ થનાર વિર જવાનોને પાટણ ખાતે હરિત વિરાંજલી આપવામાં આવી હતી. જેમાં જિલ્લા કલેક્ટર આનંદ પટેલ તથા અન્ય મહાનુભાવો દ્વારા સરસ્વતી નદીના કિનારે કારગિલ વિજય વન ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યુ હતું. 

બ્રેકિંગ ન્યૂઝ