બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / ઉઘાડા પગે કરીના કપૂર ઈશા અંબાણીના કાર્યક્રમમાં પહોંચી, ડીપ નેકમાં લાગી બોલ્ડ, જુઓ VIDEO
Last Updated: 06:31 PM, 14 November 2024
પટૌદી ખાનદાનની બેગમ અને અભિનેત્રી કરીના કપૂર ખાને ગત દિવસે ટિરા બ્યુટી સ્ટોર લોન્ચ ઇવેન્ટમાં હાજરી આપી હતી. ઇવેન્ટમાં કરીના એડીથી લઈને ચોટી સુધી ટિપટોપ તૈયાર થઈને આવી હતી, પરંતુ એક પળ એવી પણ આવી કે જ્યારે પટૌદી ખાનદાનની બેગમ ખુલ્લા પેજ જોવા મળી. આ પળનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.જોકે કરીના લાંબા સમય સુધી હિલ્સ વિના જોવા મળી હતી.
ADVERTISEMENT
ADVERTISEMENT
આ દરમિયાન કરીનાના લુકની વાત કરીએ તો એક્ટ્રેસ આ ઇવેન્ટમાં ટોમ ફોર્ડ દ્વારા ડિઝાઇન કરવામાં આવેલો બ્લેક ડ્રેસ પહેરીને આવી હતી. તેની આઉટફિટમાં એક ઓફ-ધ-શોલ્ડર ડીપ નેક સિલ્ક જેકેટ હતી. આ જેકેટમાં સામેની બાજુ બટન લાગેલા હતા. આ સિવાય જેકારની ટ્રીમ્સ પર એક રફલ્ડ ડિઝાઇન હતી અને સામેની તરફ કૈસ્કેડિંગ રિબન ટાઈ લાગેલી હતી.
વધુ વાંચો: KBC 16 Juniorમાં ચોધાર આંસુએ રડી અમદાવાદની હેતી પટેલ, પછી બચ્ચને જે કર્યું તે જોઇને ચોંકી જશો
કરીના ના આ સિલ્ક જેકેટ પર બોડી હોલ્ડિંગ સ્કર્ટ, બ્લેક સ્ટોકિંગ્સ અને બ્લેક પંપ હિલ્સ સાથે પોતાના લુકને સ્ટાઈલ કર્યો હતો. કરીનાએ પોતાના લુકને હીરા-પન્નાના ઘરેણાં સાથે કમ્પ્લીટ કર્યો હતો. તેને ગાળામાં ચોકર, બુટ્ટી અને વીંટીઓ પહેરી હતી. આ લુકમાં કરીનાએ સાઇડ પાર્ટિંગ સાથે તેના વાળ ખુલ્લા છોડી દીધા હતા. એક્ટ્રેસનો પાર્ટી મેકઅપ તેના લુકને વધારે ગ્લેમરસ બનાવી રહ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.