બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / Bollywood / Kareena Kapoor Khan Reveals She Does not Like This Habit of Karishma Kapoor daughter Samaira

ખુલાસો / કરિનાએ મોટી બહેન કરિશ્માને આપી દીધી સલાહ, કહ્યુ - 'દિકરીની આવી આદત છોડાવે '

Juhi

Last Updated: 03:15 PM, 25 September 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બોલિવુડ એક્ટ્રેસ કરિના કપૂર પોતાની પ્રોફેશનલ લાઇફમાં ગમે એટલી બિઝી હોય પરંતુ પરિવાર માટે તે સમય નીકાળી જ દે છે. કરિના ઘણી વખત પોતાના ફેમિલીની સાથે ટ્રિપ પર જતી હોય છે. તે સારી એક્ટ્રેસ હોવાની સાથે સાથે સારી માતા, પત્ની, દિકરી, બહેન અને માસી છે.

કરિના પોતાની મોટી બહેન કરિશ્મા કપૂર અને તેની દિકરી સમાયરાથી ખૂબ જ નજીક છે. કરિના કપૂર ઘણી વખત કરિશ્માની દિકરી સમાયરા અને દિકરા કિયાન સાથે ટાઇમ સ્પેન્ડ કરતી જોવા મળે છે. સમાયરા અને કિયાન સાથે તૈમૂરની ફોટોઝ સોશ્યલ મીડિયા પર વાયરલ થતાં રહે છે.

જો કે એક ચેટ શો દરમિયાન કરિનાને પૂછવામાં આવ્યુ કે, એક સુપર મોમ તરીકે તારી બહેનને શું સલાહ આપીશ. ત્યારે બેબોએ કહ્યુ કે, ''સોશ્યલ મીડિયાની અસર તેની જિંદગી પર પડી રહી છે. તે સોશ્યલ મીડિયાની નેગિટિવ ઇફેક્ટ્સ જોતા બહેન કરિશ્માને સતત કહેતી રહે છે કે સમાયરાને સોશ્યલ મીડિયાના વધારે ઉપયોગ કરતા રોકે.''

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

#love❤️

A post shared by KK (@therealkarismakapoor) on

કરિનાએ આગળ કહ્યુ કે, ''સમાયરા 14 વર્ષની છે. તે વધારે સમય સોશ્યલ મીડિયા જેમ કે સ્નેપ ચેટ અને બાકીની સાઇટ પર બિઝી રહ છે. મેં લોલોને કહ્યુ છે કે, આ આદત ઓછી કરવાની જરૂર છે, સોશ્યલ મીડિયાના ચક્કરમાં કલાકો સુધી એક જગ્યાએ બેસી રહે અને તેમ છતાં બિઝી લાગે. ન તો કોઇ બૂક વાંચે ન તો કોઇ બહારની દુનિયા વિશે જાણવાનો પ્રયત્ન કરે. ફેમિલી, ફ્રેન્ડ્સની સાથે સમય ઓછો પસાર કરો છો. સોશ્યલ મીડિયા લિમિટમાં યૂઝ કરવાની જરૂર છે.''

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

My girls ❤️❤️❤️ #saturdaynight #famjam

A post shared by KK (@therealkarismakapoor) on

 

વર્કફ્રન્ટની વાત કરીએ તો કરિના કપૂર અક્ષય કુમારની સાથે 'ગુડ ન્યૂઝ' રિલીઝ થવાની છે. આ ઉપરાંત કરિના કરણ જોહરની ફિલ્મ 'તખ્ત' તૈયારી કરી રહી છે. આ ફિલ્મમાં તેની સાથે રણવીર સિંહ, આલિયા ભટ્ટ, વિકી કૌશલ, જાહ્નવી કપૂર અને અનિલ કપૂર જોવા મળશે. આ ઉપરાંત કરિના ઇરફાન ખાનની ફિલ્મ ‘અંગ્રેજી મીડિયમ’માં પણ જોવા મળશે. આ સિવાય કરિના ડાન્સિંગ રિયાલિટી શો 'ડાન્સ ઇન્ડિયા ડાન્સ' 7 પણ જજ કરી રહી છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Bollywood Entertainment Kareena Kapoor Karishma Kapoor viral Expose
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ