બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 09:45 PM, 16 January 2025
બોલીવુડ એક્ટર સૈફ અલી ખાન પર હુમલા બાદ આખું ફિલ્મી જગત આઘાતમાં છે. સહુ કોઈ આ મુદ્દે જાણવાની કોશિશ કરી રહ્યા છે ત્યારે હવે સૈફની પત્ની અને એક્ટ્રેસ કરીના કપૂરે આ મુદ્દે પહેલી પોસ્ટ કરીને ચાહકોને એક અપીલ કરી છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
કરીના કપૂરે ચાહકોને માહિતી આપતી પોસ્ટ શેર કરી છે. સૈફની હાલત વિશે જણાવતાં કરીનાએ ચાહકોને ધીરજ રાખવાની અપીલ કરી છે અને કોઈ પણ પ્રકારની અફવા ન ફેલાવાનું કહ્યું છે. કરીનાએ લખ્યું કે અમારા પરિવાર માટે આ ખૂબ જ પડકારજનક દિવસ રહ્યો છે. અમે હજુ પણ આઘાતમાં છીએ. અમને નવાઈ લાગે છે કે આ બધું કેવી રીતે બન્યું, આ મુશ્કેલ સમયમાં હું મીડિયા અને ચાહકોને કહેવા માગું છું કે તેઓ કોઈપણ પ્રકારની અફવા ન ફેલાવે, તેમજ શાંતિ જાળવી રાખે. કરીનાએ કહ્યું કે અમે તમારા બધાની ચિંતા સમજીએ છીએ અને ચિંતિત પણ છીએ. જે રીતે તમે લોકો સતત અપડેટ્સ મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છો, આ બધું જોવું એ અમારા માટે મોટી વાત છે.
સૈફ અલી ખાન પર મોડી રાત્રે હુમલો
સૈફ અલી ખાન પર મોડી રાત્રે ચોરીના ઈરાદે ઘરમાં ઘૂસેલા એક વ્યક્તિએ હુમલો કર્યો હતો, જેમાં અભિનેતા ગંભીર રીતે ઘાયલ થતા તેમને હોસ્પિટલ જઈ જવામાં આવ્યો હતો. હવે એક નવી વાત સામે આવી છે કે આ ઘટનામાં ઘરનો સ્ટાફ જ સામેલ હોય શકે છે. મુંબઈ પોલીસની શરૂઆતની તપાસમાં જાણવા મળ્યું છે કે હુમલાખોર સૈફના સ્ટાફનો પરિચિત હતો.
બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.