બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / બોલિવૂડ / 'અમને એકલા છોડી દો, થોડું તો...', અંતે કરીના કંટાળી, સોશિયલ મીડિયા પર કાઢી ભડાશ
Last Updated: 09:20 PM, 20 January 2025
નવાબ ફેમિલી હાલ ખૂબ જ ચર્ચામાં આવી રહી છે, જેનું મુખ્ય કારણ 16 જાન્યુઆરીના દિવસે સૈફ પર થયેલ હુમલો અને ઘરમાં થયેલ ચોરી છે. સૈફ પર હુમલો થયા બાદ તેને મુંબઈની લીલાવતી હોસ્પિટલ પર ધકેલવામાં આવ્યો હતો. સૈફનું હાલ ઈલાજ ચાલી રહ્યું છે અને એવામાં પેપરાજી તેના પર નજર ટકાવીને બેસેલ છે.
ADVERTISEMENT
બીજું કે, નવાબ સાહેબના ઘરની બહાર પણ પેપરાજી જામી ગઈ છે. જો કે, આ બધી બાબતોથી હેરાન થઈને નવાબના પત્ની એટલે કે કરીના કપૂરે ચૂપી તોડી છે અને ઇન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી મૂકી છે.
ADVERTISEMENT
વધુ વાંચો: ક્રિતી સેનને મિની સ્કર્ટમાં શેર કરી બોલ્ડ તસવીર, હોટ ફોટો જોઈ ચાહકો થયા દિવાના, જુઓ Photos
સ્ટોરીમાં તેણે વીડિયો બનાવ્યો છે અને કહ્યું છે કે, અમને એકલા રહેવા દો. કરીના કપૂરે વધુમાં કહ્યું કે, હવે આ બધુ બંધ કરો. થોડી તો દયા ભાવના રાખો અને અમને એકલા રહેવા દો. આ સ્ટોરીથી સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે, તે હવે લાઇમલાઈટથી હેરાન થઈ ગઈ છે.
જો કે, સૈફ પર થયેલ હુમલા બાદ કરીના કપૂર અને તેની ટીમે પ્રાઈવસીની માંગણી કરી હતી.વધુમાં કરીના કપૂરે કહ્યું કે, હું લોકોને વિનંતી કરી રહી છું કે, કોઈ પણ પ્રકારની અટકળોમાં ન આવે અને અફવાઓથી દૂર રહે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.