બોલિવૂડ / મલાઈકાએ શેર કરી અર્જુન સાથે રોમેન્ટિક તસવીર, તો કરીનાથી રહેવાયું નહીં અને જાહેરમાં પૂછી લીધો આ સવાલ

kareena kapoor comments on malaika arora and arjun kapoor photo says my two favorites

મલાઈકા અરોરા અને અર્જુન કપૂર બોલિવૂડના સૌથી ચર્ચિત કપલમાંથી એક છે. બંનેની લવ લાઈફ ખૂબ જ ચર્ચામાં રહે છે. સોશિયલ મીડિયા પર પણ બંને એકબીજા પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત કરવાની તક ચૂકતા નથી. આ સાથે જ બંનેએ ગોવામાં એક સાથે નવા વર્ષની ઉજવણી કરી. નવા વર્ષ નિમિત્તે મલાઇકા અરોરાએ અર્જુન કપૂર સાથે એક ફોટો શેર કર્યો હતો, જેમાં બંને રોમેન્ટિક પોઝ આપતા જોવા મળ્યા હતા. આ બંનેની આ તસવીર ફક્ત તેમના ફેન્સમાં જ નહીં પણ તેમના ફ્રેન્ડ્સને ખૂબ પસંદ આવી રહી છે. ત્યારે કરીના કપૂર ખાને પણ મલાઈકા અને અર્જુનના આ ફોટો પર કમેન્ટ કરી છે.

બ્રેકિંગ ન્યૂઝ