kareena kapoor blamed audiences for nepotism in bollywood
મનોરંજન /
તો ફિલ્મ જોવાનું બંધ કરી દો ને: લ્યો બોલો, કરીનાએ નેપોટીઝમ માટે જનતાને જ ગણાવી જવાબદાર
Team VTV05:41 PM, 25 Mar 22
| Updated: 05:42 PM, 25 Mar 22
કરીના કપૂરે નેપોટીઝમને લઈને દર્શકોને જવાબદાર ગણાવતા કહ્યું હતું કે તમે જ ફિલ્મ જુઓ છો ને, ન જુઓ.
જાણો નેપોટીઝમ પર શું કહે છે કરીના
કરણ જોહર પર લાગ્યા હતા આરોપ
ફિલ્મ ન જુઓ - કરીના કપૂર
જાણો નેપોટીઝમ પર શું કહે છે કરીના
બોલિવુડનાં કપૂર પરિવારની ચોથી પેઢીની એક્ટ્રેસ કરીના કપૂર ખાન પોતાના મનની વાત કહેતા ક્યારેય ખચકાતી નથી. આવા સમયમાં જ્યારે હિંદી ફિલ્મ ઈંડસ્ટ્રીમાં નેપોટીઝમને લઈને ઠેર ઠેર વાત થઇ રહી છે, આવામાં બેબો એટલે કે કરીનાએ પણ આ મુદ્દા પર પોતાના વિચાર રજુ કર્યા હતા. પરંતુ કરીનાએ આ બાબતે બોલિવુડ કરતા દર્શકોને જવાબદાર ગણાવ્યા હતા.
કરણ જોહર પર લાગ્યા હતા આરોપ
લેટ એક્ટર સુશાંત સિંહ રાજપૂતનાં મૃત્યુ બાદ નેપોટીઝમ પર દલીલો શરુ થઇ હતી. સ્ટાર કિડ્સ અને ખાસકરીને ફિલ્મ નિર્માતા કરણ જોહર, આ આરોપો વચ્ચે સોશિયલ મીડિયા પર ગુસ્સાનો શિકાર બની રહ્યા હતા અને સુશાંતને આઉટસાઈડર હોવાને કારણે એકલા પાડી દેવામાં આવ્યા હતા. લગભગ તે જ સમયે, કરીનાએ કહ્યું હતું કે ઈંડસ્ટ્રીમાં તેમના 21 વર્ષ માત્ર નેપોટીઝમનાં દમ પર જ સંભવ ન હતા.
હું માફી ન માંગી શકુ
કરીનાએ પ્રિવિલેજ મળવાથી લઈને બધી વાતોને નેગેટીવ રૂપથી જોવાને બદલે આ મામલાની મોટી તસવીર પર વિચાર કરવાની સલાહ આપી. તે કહે છે કે 21 વર્ષ કામ કરી શકવું માત્ર નેપોટીઝમનાં માધ્યમથી સંભવ નથી. કરીનાએ કહ્યું હતું કે હું તે સુપરસ્ટાર્સનાં બાળકોની લાંબી લિસ્ટ આપી શકું છું, જેમને સફળતા નથી મળી શકી. અજીબ તો લાગશે પણ મારો પણ સંઘર્ષ છે. સંઘર્ષ છે પરંતુ એટલો દિલચસ્પ નથી જેટલો કોઈ ટ્રેનમાં આવે છે અને તેના ખિસ્સામાં માત્ર 10 રૂપિયા હોય છે. હું તેના માટે માફી ન માંગી શકુ.
ફિલ્મ ન જુઓ - કરીના કપૂર
બહારના હોવા છતાં સુપરસ્ટાર બનેલા શાહરૂખ ખાન અને અક્ષય કુમારનું ઉદાહરણ આપતા કરીના આગળ કહે છે કે દર્શકોએ અમને બનાવ્યા, કોઈ બીજાએ અમને નથી બનાવ્યા. તે લોકો જ હવે આંગળી ઉઠાવી રહ્યા છે. તમે જાઓ છો ને ફિલ્મ જોવા? ન જાઓ. તમને કોઈએ બળપૂર્વક ફિલ્મ જોવા માટે કહ્યું નથી. હું આ બરાબર નથી સમજતી. મને લાગી છે કે આ ચર્ચા અજીબ છે.
કરીના કપૂર આમિર ખાનની ફિલ્મ 'લાલ સિંહ ચડ્ઢા'માં જોવા મળશે. આ ફિલ્મમાં તે પંજાબી લૂકમાં જોવા મળશે.