karanatak corona virus covid 19 symptoms three people bidar institute of medical science
Coronavirus /
કોરોના વાયરસ : તેલંગાણા હાઈકોર્ટે સુનાવણી દરમ્યાન હાજર રહેવાને લઈને લીધો આ નિર્ણય
Team VTV11:59 AM, 05 Mar 20
| Updated: 12:08 PM, 05 Mar 20
દેશભરમાં કોરોના વાયરસના શંકાસ્પદ લોકોની સંખ્યા વધી રહી છે. કર્ણાટકમાં ત્રણ લોકોમાં કોરોના વાયરસના લક્ષણો જોવા મળ્યા છે. ત્રણેયને બિડર ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમાં એક સોફ્ટવેર એન્જિનિયર છે. જે નોર્વેથી આવ્યો છે. જ્યારે કતારની એક વ્યક્તિ અને તેના પુત્રમાં પણ લક્ષણો જોવા મળ્યાં છે. ત્રણેયના નમૂના પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે.
વિશાખાપટ્ટનમ એરપોર્ટ પર અત્યાર સુધીમાં કુલ 4,300 લોકોનું સ્ક્રીનીંગ કરાયું
29 દર્દીઓના નમૂના પોઝિટિવ આવ્યા
કર્ણાટકમાં વધુ 3 નવા શંકાસ્પદ કેસ સામે આવ્યા
વિશાખાપટ્ટનમ એરપોર્ટ પર અત્યાર સુધીમાં કુલ 4,300 લોકોનું સ્ક્રીનીંગ કરાયું
આ ઉપરાંત આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં એક પરિવારને દેખરેખ હેઠળ રાખવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, પરિવાર મલેશિયા અને સિંગાપોર રજાઓ માણીને પરત આવ્યો હતો. આ તમામને આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. આ સિવાય બહિરીનના બે લોકોને પણ આઇસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યા છે. બધા નમૂનાઓ પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. વિશાખાપટ્ટનમ એરપોર્ટ પર અત્યાર સુધીમાં કુલ 4,300 લોકોનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું છે.
29 દર્દીઓના નમૂના પોઝિટિવ
દેશમાં હજી સુધી કોરોનાથી 29 દર્દીઓની ખરાઈ થઈ છે, પરંતુ તેમાંથી 3 સ્વસ્થ થઈ ગયા છે અને તેમને ઘરે મોકલી દેવાયા છે. દેશ અત્યારે 26 દર્દીઓ માટે ગંભીર છે. જેમાં રાજસ્થાન ગયેલા 16 ઈટાલિયન પ્રવાસીઓનો પણ સમાવેશ થાય છે. સુરતમાં શંકાના આધારે બે લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમાંથી એક થાઈલેન્ડથી અને બીજો મલેશિયાથી આવ્યો હતો. અમદાવાદના એક મહિલાને આઈસોલેશન વોર્ડમાં રાખવામાં આવી છે.
તેલંગાણા હાઈકોર્ટનો આદેશ
ઉત્તર પ્રદેશના આગ્રામાં હોટલને સેનેટાઈઝ કરવામાં આવશે. જ્યાં ઈટલીથી પરત ફરનાર વ્યક્તિ રોકાયો હતો. ઈરાનથી ઈન્દોર આવેલા એક વ્યક્તિને અલગ રાખવામાં આવ્યો છે. જોકે તેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. કોરોના વાયરસના કેસોની વધતી સંખ્યાને જોઈને તેલંગાણા હાઈકોર્ટે નિર્ણય લીધો છે કે કેસની સુનાવણી દરમિયાન કોર્ટમાં હાજર રહેવા માટે કોઈને આગ્રહ કરવામાં આવશે નહીં.
નોઈડામાં ચીની નાગરિકે પોતાને બંધ કરી દીધા
ગ્રેટર નોઈડાની એક સોસાયટીમાં એક ચીની નાગરિકને કોરોના વાયરસ હોવાની શંકા છે, પરંતુ શંકાસ્પદ ચીની દર્દીએ પોતાને ફ્લેટમાં બંધ કરી દીધો છે. પોલીસ અને આરોગ્ય વિભાગને બાતમી મળ્યા બાદ સોસાયટી સુધી પહોંચવાનો અને ચીની નાગરિકને હોસ્પિટલમાં લઈ જવાનો પ્રયાસ કર્યો. પરંતુ તેણે દરવાજો ખોલ્યો નહીં. ઘટના રાતની હોવાના કારણે પોલીસે સવાર સુધી રાહ જોવાનું નક્કી કર્યુ હતુ. મનાઈ રહ્યું છે કે આ ચીની નાગરિક ચીનની ફોન કંપનીનો કર્મચારી છે.