બ્રેકિંગ ન્યુઝ
vtvAdmin
Last Updated: 02:40 PM, 29 April 2019
કરણ જોહર ક્લોઝ ફ્રેન્ડ કાજોલ સાથે 'ધ કપિલ શર્મા શો'માં પહોંચ્યો હતો. આ દરમિયાન તેણે ખુલાસો કર્યો કે કાજોલનો ક્રશ અક્ષયકુમાર પર રહી ચૂક્યો છે. કરણે જણાવ્યું કે, ''હું કાજોલને ફિલ્મ 'હિના'ના પ્રીમિયરની પાર્ટી દરમિયાન મળ્યો હતો. કાજોલને અક્ષયકુમાર પર ખૂબ જ ક્રશ હતો અને આખા પ્રીમિયરમાં તે તેને જોઇ રહી હતી. તે સમયે હું કાજોલના સપોર્ટમાં હતો. અમે બંને આખી ઇવેન્ટમાં અક્ષયને શોધી રહ્યા હતા. અમને અક્ષય તો ન મળ્યો, પરંતુ અમારી દોસ્તી થઇ ગઇ. અમે બંને સાથે સાઉથ મુંબઇમાં રહેતા હતા અને અમારી દોસ્તી ત્યાં જ ડેવલપ થઇ હતી.'' ઉલ્લેખનીય છે કે અક્ષય અને કાજોલે 'યે દિલ્લગી' ફિલ્મમાં એકસાથે કામ કર્યું હતું.
ADVERTISEMENT
ADVERTISEMENT
કરણે કપિલના શોમાં ખુલાસો કર્યો કે, ''કાજોલને તેની બર્થ ડે યાદ રહેતી નથી. તે કહે છે કે અમે લાંબા સમયથી મિત્રો છીએ, પરંતુ તેને ક્યારેય મારો બર્થ ડે યાદ રહેતો નથી. તે એક દિવસ એડ્વાન્સમાં વિશ કરી દે છે અથવા તો એક દિવસ પછી. કરણે કાજોલનાં વખાણ કરતાં કહ્યું કે તે સંબંધોને ખૂબ જ સારી રીતે મેન્ટેન કરે છે.''
કાજોલે શોમાં જણાવ્યું કે, ''જ્યારે તેણે કરણને પહેલી વાર જોયો તો તે પોતાનું હાસ્ય રોકી શકી ન હતી. કાજોલે કહ્યું કે ડિસ્કો થેક પર એક પાર્ટી હતી. મિસ્ટર જોહર ત્યાં થ્રી પીસ શૂટમાં આવ્યા અને તેને જોયા બાદ હું મારું હસવાનું રોકી ન શકી. હું એમ વિચારતી હતી કે આ કેવા પ્રકારની વ્યક્તિ છે.''
કરણે પોતાનો પક્ષ રાખતાં કહ્યું કે, ''હું ૧૭ વર્ષનો હતો અને મેં શૂટ પહેર્યો હતો. એવું વિચારીને કે ફિલ્મી પાર્ટીમાં લોકો આવાં જ કપડાં પહેરતાં હશે. તનુ આન્ટીએ મને ડાન્સ કરવાની સલાહ આપી. જ્યારે હું ડાન્સ કરવા લાગ્યો ત્યારે કાજોલ મને જોઇને અડધો કલાક સુધી હસતી રહી. મને અપમાન જેવું લાગ્યું અને હું પાર્ટી છોડીને ચાલ્યો ગયો હતો.''
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.