બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / Karan Johar, Ekta Kapoor, Kangana Ranaut, Adnan Sami Get Padma Shri

Padma Awards 2020 / કંગના રનૌત, કરણ જોહર સહિત સિનેમા જગતની આ હસ્તીઓને પદ્મશ્રી અવોર્ડથી સન્માનિત કરાયા

Noor

Last Updated: 12:45 PM, 26 January 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કરણ જોહર, કંગના રનૌત સહિત 141 લોકોને ભારત સરકારે પદ્મશ્રી અવોર્ડથી સન્માનિત કરવાની જાહેરાત કરવામાં આવી હતી. શનિવારે સાંજે પ્રજાસત્તાક દિનની પૂર્વસંધ્યાએ પદ્મ અવોર્ડના નામની જાહેરાત કરવામાં આવી હતી. આ લિસ્ટમાં સાત લોકોને પદ્મ વિભૂષણ, 16 લોકોને પદ્મ ભૂષણ તથા 118 લોકોને પદ્મશ્રીથી સન્માનિત કરવામાં આવ્યા છે.

  • બોલિવૂડમાં આ સેલેબ્સને પદ્મશ્રીથી સન્માનિત કરાયા
  • પદ્મશ્રી દેશનું ચોથું સૌથી મોટું નાગરિક સન્માન છે
  • સેલેબ્સે સોશિયલ મીડિયા પર આપ્યું આવું રિએક્શન

આ સેલેબ્સને મળ્યો એવોર્ડ

ફિલ્મમેકર કરણ જોહર, કંગના રનૌત, ટેલિવિઝન ક્વિન એકતા કપૂર, સિંગર સુરેશ વાડેકર, અદનાન સામી, ગુજરાતી ટીવી એક્ટ્રેસ સરિતા જોષીનું પદ્મશ્રીથી સન્માન કરવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે, પદ્મશ્રી દેશનું ચોથું સૌથી મોટું નાગરિક સન્માન છે.

સેલેબ્સનું રિએક્શન

આ અવસર પર ખુશી વ્યક્ત કરતાં કરણ જોહરે ટ્વિટ કરીને કહ્યું કે, આવું ભાગ્યે જ બને કે મને સમજાય નહીં કે મારે શું બોલવાનું છે. જોકે, આ પ્રસંગ જ એવો છે. એક સાથે ઘણું બધું ફીલ કરી રહ્યો છું. હું ખુશ છું, આભારી છું કે મને મારા સપનાઓ રોજ જીવવાની તક મળે છે. લોકોનું મનોરંજન કરવાની તક મળે છે. મને ખબર છે કે, મારા પિતા જો અહીં હોત તો આજે તેમને મારા પર ગર્વ થતો.

જ્યારે કંગનાએ કહ્યું કે, હું બધાંની આભારી છું અને બહુ જ ખુશ છું. આ અવોર્ડ માટે દેશનો આભાર વ્યક્ત કરવા માંગુ છું અને હું આ સન્માન દરેક મહિલાને સમર્પિત કરવા માંગુ છું, જેમણે સપના જોવાની હિંમત કરી છે. દરેક દિકરી, દરેક માતા તથા દરેક મહિલાના સપનાઓને નામ આ અવોર્ડ, જે આપણા દેશના ભવિષ્યને બનાવશે.

એકતા કપૂર તથા અદનાન સામીએ પણ સોશિયલ મીડિયા પર પોતાની ખુશી વ્યક્ત કરી હતી.

The greatest moment for any Artiste is to be appreciated & recognised by his/her government. I am overwhelmed with infinite gratitude for being honoured with the ‘Padma Shri’ by the Government of India.
It has been a 34 years musical journey..
‘Bohot Shukriya’!!🙏#PadmaAwards

— Adnan Sami (@AdnanSamiLive) January 25, 2020

તમને જણાવી દઈએ કે, ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન અરૂણ જેટલી, સુષ્મા સ્વરાજ, જ્યોર્જ ફર્નાન્ડિઝ, બોક્સર મેરી કોમ, મોરેશિયસના ભૂતપૂર્વ વડા પ્રધાન અનેરુદ જુગનાથ જેવા કેટલાક અન્ય જાણીતા લોકોને પણ પદ્મ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.

વિજેતાઓને માર્ચ અથવા એપ્રિલ 2020માં રાષ્ટ્રપતિ દ્વારા પદ્મ એવોર્ડ આપવામાં આવશે. આ કાર્યક્રમ રાષ્ટ્રપતિ ભવનમાં યોજાશે, જેમાં ભારતના રાષ્ટ્રપતિ લોકોનો સન્માનિત કરશે, સાથે વિજેતાઓના પરિવારજનો, રાજકારણ અને અન્ય ક્ષેત્રોની દિગ્ગજ હસ્તીઓ પણ આ કાર્યક્રમમાં ભાગ લેશે.

સંકળાયેલા મુદ્દાઓ

Ekta Kapoor Kangana Ranaut Karan Johar Padma Awards 2020 Padma Shri કંગના રનૌત કરણ જોહર Padma Awards 2020
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ