નિર્માતા-નિર્દેશક કરણ જોહરે તાજેતરમાં જ તેમના આગામી પ્રોજેક્ટની જાહેરાત સાથે ફિલ્મ 'રોકી ઔર રાની કી પ્રેમ કહાની'ની રિલીઝ તારીખ જાહેર કરી છે.
આજે છે કરણ જોહરનો બર્થ ડે
બર્થ ડે પર એક્શન ફિલ્મની કરી જાહેરાત
જાણો શું છે આગળના પ્લાન્સ
બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના દિગ્ગજ દિગ્દર્શક કરણ જોહરે છેલ્લા 27 વર્ષમાં ઘણી સુપરહિટ ફિલ્મોનું નિર્દેશન કર્યું છે. તેમાં કોઈ શંકા નથી કે તેની ફિલ્મોમાં હંમેશા અલગ-અલગ કન્ટેન્ટ જોવા મળે છે, જે લોકોને ખૂબ જ પસંદ આવે છે. હાલમાં કરણે તેના જન્મદિવસ પર તેની બીજી ફિલ્મની જાહેરાત કરી છે.
કરણે બે નોટ કરી શેર
હકીકતે 25 મે 2022એ કરણ જૈહર પોતાનો 50મો જન્મદિવસ ઉજવ્યો છે. બર્થ ડે પર તેણે પોતાની અપકમિંગ ફિલ્મની જાહેરાત કરી છે. તેણે બે નોટ ફોટો શેર કર્યા છે. પહેલા નોટમાં જ્યાં તેણે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં 27 વર્ષની પોતાની સુંદર જર્ની શેર કરી છે ત્યાં જ બીજી નોટ ફોટોમાં તેણે પોતાના બીજા પ્રોજેક્ટ અને ફિલ્મ 'રોકી અને રાણીની પ્રેમ કહાની'ની રિલીઝ ડેટનો ખુલાસો કર્યો છે.
કરણ જોહરે પોતાની નોટમાં લખ્યું, "એક પહેલું, જેના પર હું ભરોસો કરું છું કે હું ખૂબ જ વધારે ભાવુક છું. તે એક ફિલ્મ નિર્માતા હોવું. મેં હંમેશા પોતાની ફિલ્મોમાં લાંબો ગેપ રાખ્યો છે. પરંતુ આજે આ ખાસ દિવસ પર હું પોતાની નેક્સ્ટ ફિલ્મની જાહેરાત કરૂ છું. " આની આગળ તેમણે જણાવ્યું કે તે એપ્રિલ 2023થી પહેલા અપકમિંગ એક્શન ફિલ્મની શૂટિંગ શરૂ કરવા જઈ રહ્યા છે. આટલું જ નહીં, કરણ જોહરે પોતાની આવનારી ફિલ્મ 'રોકી અને રાણીની પ્રેમ કહાની'ની રિલીઝ ડેટ 10 ફેબ્રુઆરી 2023 જણાવી છે.
કરણ જોહરે ફિલ્મ 'કુછ કુછ હોતા હૈ'થી ડાયરેક્ટર તરીકે ડેબ્યૂ કર્યું હતું અને ત્યાર બાદ તેણે ઘણી સુપરહિટ ફિલ્મો બનાવી હતી, જેમાં 'મેં હું ના', 'કેસરી', 'દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે', 'શેર શાહ', ' 2 સ્ટેટ્સ.', 'સ્ટુડન્ટ ઑફ ધ યર', 'કભી ખુશી કભી ગમ' અને 'એ દિલ હૈ મુશ્કિલ'નો સમાવેશ થાય છે.