મનોરંજન /
સની દેઓલના દીકરાએ ફેમસ ડિરેક્ટરની પ્રપૌત્રી સાથે કરી સગાઈ, ધર્મેન્દ્રની તબિયત લથડતા લગ્નની તૈયારીઓ પૂરજોશમાં
Team VTV11:23 AM, 13 May 22
| Updated: 11:23 AM, 13 May 22
ધર્મેન્દ્રનાં પૌત્ર કરણે સ્વર્ગીય ફિલ્મ નિર્માતા બિમલ રોયની પ્રપૌત્રી દ્રિશા સાથે સગાઇ કરી છે.જાણો વિગતવાર
ધર્મેન્દ્રનાં પૌત્ર કરણે કરી સગાઇ
સ્વર્ગીય ફિલ્મ નિર્માતા બિમલ રોયની પ્રપૌત્રી દ્રિશા સાથે કરી સગાઇ
ફિલ્મ પલ પલ દિલ કે પાસમાં જોવા મળ્યા હતા કરણ
દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રનાં પૌત્ર અને સની દેઓલનાં પુત્ર કરણે સ્વર્ગીય ફિલ્મ નિર્દેશક બિમલ રોયની પ્રપૌત્રી દ્રિશા સાથે સગાઇ કરી છે. રિપોર્ટ્સ અનુસાર, કરણ અને દ્રિશા લાંબા સાયથી એકબીજાને ડેટ કરી રહ્યા છે. પેપરાઝીએ ઘણી વાર તેમને સાથે સ્પોટ કર્યા છે. બંનેને પ્રાઈવેટ ઈવેન્ટ્સમાં પણ એકસાથે જોવામાં આવ્યા છે. જોકે ધર્મેન્દ્રની તબિયત બગડવાને કારણે કરણનાં લગ્નની તૈયારીઓ ઝડપથી કરવામાં આવી રહી છે. જણાવી દઈએ કે ધર્મેન્દ્ર માંસપેશીઓમાં તકલીફને કારણે દવાખાનામાં ભરતી પણ હતા.
ફિલ્મ પલ પલ દિલ કે પાસમાં જોવા મળ્યા હતા કરણ
સની દેઓલે જ ડાયરેક્ટ કરેલ 2019ની ફિલ્મ પલ પલ દિલ કે પાસમાં કરણ જોવા મળ્યા હતા, જેને ઝી સ્ટુડિયોઝ અને સની સાઉન્ડ્સ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી હતી.
84 વર્ષના છે અભિનેતા ધર્મેન્દ્ર
ધર્મેન્દ્ર હાલમાં 84 વર્ષના છે અને આટલી મોટી ઉંમરે પણ તેઓ ખૂબ સક્રિય છે. તેઓ સોશિયલ મીડિયા પર અવારનવાર પોતાના ફાર્મમાં કામ કરી રહેલી હાલતની તસવીરો શેર કરતા હોય છે.
ધર્મેન્દ્ર પાસે અત્યારે ઘણા મોટા પ્રોજેક્ટ્સ
કામની વાત કરીએ તો ધર્મેન્દ્ર આ ઉંમરે પણ કામ પ્રત્યે એટલો જ ઉત્સાહી છે જેટલો તે પહેલા હતા. ધર્મેન્દ્ર પાસે અત્યારે ઘણા મોટા પ્રોજેક્ટ્સ છે. હાલ તેઓ 'અપને 2'ને લઈને ખાસ ચર્ચામાં છે. તમને જણાવી દઈએ કે આ ફિલ્મ 'અપને'ની સિક્વલ છે. આ ફિલ્મ 2007માં રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં સની દેઓલ, બોબી દેઓલ, ધર્મેન્દ્ર, શિલ્પા શેટ્ટી અને કેટરીના કૈફ જોવા મળ્યા હતા. આ સાથે જ 'અપને 2'માં સની દેઓલ, બોબી દેઓલ, ધર્મેન્દ્ર તેમજ તેનો પૌત્ર કરણ દેઓલ મહત્વની ભૂમિકામાં જોવા મળશે.