બ્રેકિંગ ન્યુઝ
Noor
Last Updated: 09:31 AM, 21 June 2021
ADVERTISEMENT
ઘણાં લાંબા સમયથી કપિલના ફેન્સ તેના દિકરાની તસવીર જોવા માટે આતુર હતા. ત્યારે હવે જોઈને કપિલને તેના ચાહકોની આ ઈચ્છા પૂરી કરી છે. તેણે પહેલીવાર ફાધર્સ ડે પર દિકરા ત્રિશાનની એક તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે.
ADVERTISEMENT
કપિલે આ ફોટો તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે. આ ફોટો પોસ્ટ થયા પછી તરત વાયરલ થઈ ગયો. કપિલની આ પોસ્ટ પર અત્યાર સુધીમાં લાખો લાઈક્સ આવી ચુકી છે. તેણે આ તસવીર શેર કરવાની સાથે એક સુંદર કેપ્શન પણ લખ્યું છે. તેણે લખ્યું- લોકોની પ્રબળ માંગ પર પહેલીવાર અનાયરા અને ત્રિશાનની એક તસવીર. મીડિયા રિપોર્ટ્સ અનુસાર કપિલે પત્ની ગિન્ની સાથે સમય ગાળવા માટે 'ધ કપિલ શર્મા શો' માંથી બ્રેક લીધો હતો. કોરોનાને કારણે ગેસ્ટ પણ શોમાં આવતા ન હતા, તેથી નિર્માતાઓએ શોને થોડા સમય માટે ઓફ એર કરવાનો નિર્ણય લીધો હતો.
ADVERTISEMENT
કપિલના ચાહકો તેના દિકરાના જન્મથી જ તેનો ચહેરો બતાવવાની માંગ કરી રહ્યાં છે. કપિલની પત્ની ગિન્નીએ આ વર્ષે 1 ફેબ્રુઆરીએ તેમના દિકરા ત્રિશાનને જન્મ આપ્યો હતો. બંનેને એક દીકરી પણ છે, જેનું નામ અનાયરા છે. તમને જણાવી દઈએ કે ચાહકો આતુરતાથી 'ધ કપિલ શર્મા શો' ફરી શરૂ થવાની રાહ જોઇ રહ્યાં છે. થોડા દિવસો પહેલાં કૃષ્ણા અભિષેકે પણ શો ફરી શરૂ થવા અંગેનો સંકેત આપ્યો હતો. અગાઉના એક ઇન્ટરવ્યૂમાં કૃષ્ણા અભિષેકે કહ્યું હતું કે શો મેમાં પરત ફરી રહ્યો છે, પરંતુ તે શક્ય ન થઈ શક્યું. જોકે ચાહકોને આશા છે કે આ શો જલ્દીથી નવી રીતે દર્શકોનું મનોરંજન કરવા ફરી એન્ટ્રી કરશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.