અક્ષય કુમાર અને કિયારા અડવાણીની આગામી ફિલ્મ લક્ષ્મી બોમ્બ રિલીઝ થવાની છે. ત્યારે દર્શકો ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. ફિલ્મના પ્રમોશન માટે અક્ષય અને કિઆરા હાલમાં જ ધ કપિલ શર્મા શોમાં પહોંચ્યા હતા. અહીં તેમણે ખૂબ મસ્તી કરી. જ્યારે હવે શોનો એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યાં છે.
અક્ષય કુમારની આગામી ફિલ્મ લક્ષ્મી બોમ્બ રિલીઝ થવાની છે
ફિલ્મના પ્રમોશન માટે અક્ષય અને કિયારા કપિલ શર્મા શોમાં પહોંચ્યા
ત્યાં થયું કંઈક એવું કે ગુસ્સે થઈ ગયો અક્ષય
આ વીડિયોમાં અક્ષય અને કિયારા કપિલના શોમાં એન્ટ્રી કરતા જોવા મળી રહ્યાં છે. શોમાં કપિલ સહિત શોના બઘાં લોકો અક્ષયને ગિફ્ટ આપે છે. ત્યારે કોમેડિયન કહી રહ્યાં છે કે અમારા શોમાં અક્ષય પાજીની સિલ્વર જુબલી થવા જઈ રહી છે, જેથી બધાં તેમને ગિફ્ટ આપશે. જે બાદ કપિલ પણ તેને નોટ ગણવાની મશીન ગિફ્ટ આપે છે.
કપિલ શર્માની ગિફ્ટ જોઈ અક્ષય ભડકી જાય છે અને કહે છે-આ નોટ ગણવાની મશીન કપિલ તેના ઘરેથી લઈને આવ્યો છે. ઈન્ડસ્ટ્રીના અડધાં પૈસા તેની જ પાસે છે. આ વીડિયો પર ફેન્સ ખૂબ જ કમેન્ટ કરી રહ્યાં છે અને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યાં છે. તમને જણાવી દઈએ કે અક્ષય અને કિયારાની ફિલ્મ નવેમ્બરમાં દિવાળી પર રિલીઝ થવાની છે. આ હોરર કોમેડી ફિલ્મ છે, જેને સાઉથના એક્ટર રાઘવ લોરેન્સએ ડિરેક્ટ કરી છે.