Kapil made a big revelation in the show about siddhu
મનોરંજન /
અર્ચના પૂરણ સિંહ પર એટલા ભડકેલા છે સિદ્ધુ કે....કપિલે શોમાં કર્યો મોટો ઘટસ્ફોટ
Team VTV12:07 PM, 19 Jan 21
| Updated: 12:08 PM, 19 Jan 21
ધ કપિલ શર્મા શોમાં કપિલ અર્ચના પુરણ સિંહની મજાક વારંવાર ઉડાવે છે. જેને કારણે ટીમ સિવાય દર્શકોના ચહેરા પર પણ હાસ્ય આવી જાય છે. અર્ચના પહેલા સિદ્ધુ કપિલ શર્મા શોમાં જોવા મળતો હતો પરંતુ કેટલીક પરિસ્થિતિને કારણે તેને શો છોડવો પડ્યો અને તે વાતને લઇને આજે પણ અર્ચના પુરણ સિંહની ટાંગ ખીચાઇ કરવામાં આવે છે.
કપિલે શોમાં કર્યો ઘટસ્ફોટ
અર્ચના સાથે કરતો રહે છે મજાક
બિગબુલની ટીમ સાથે કરી મસ્તી
બિગબુલની ટીમ સેટ પર
ફિલ્મ બિગ બુલ 1992 શૅર માર્કેટ સ્કિમ પર બેઝ્ડ છે. કપિલ અજયને પૂછે છે કે શું તેમને અભિષેક જોલ કરે તેવા લાગે છે, ત્યારે અજય જવાબ આપે છે કે ા પાત્ર તેના કેરેક્ટરને સુટ કરતું હતુ એટલા માટે તેને લેવામાં આવ્યો છે. તે વાતનો જવાબ આપતા કપિલ કહે છે કે, જોલ પર બેઝ્ડ ફિલ્મ છે તો અર્ચના જીને જ લઇ લેવાય ને, આ જોલના કારણે તે છેલ્લા 2 વર્ષથી ટ્રેન્ડ કરે છે.
કર્યો મોટો જોલ
કપિલ અર્ચનાને કહે છે કે, મને ખબર છે તમે ખાલી એક માણસને ઉઠાવડાવ્યો છે. બાદમાં તે ઉમેરે છે કે, હવે તે એટલા ભડકી ગયા છે કે કહે છે ટિકીટ પણ તેને જ આપી દો અને કહી દેજો કે ઇલેક્શન પણ મારા તરફથી લડી લે.
અભિષેકે કરી કોરોનાની વાત
શોમાં અભિષેક બચ્ચન કહ્યું કે, જ્યારે અમિતાભ પોઝીટીવ થયા હતા ત્યારે અભિષેકને અજયે ખુબ ધમકાવ્યો હતો. અભિષેક કોઇનો ફોન નહોતા ઉઠાવતા પરંતુ અજયનો ફોન ઉઠાવ્યો હતો અને તેને લાગ્યું કે તે ખર અંતર પૂછશે પરંતુ તેણે ફોનમાં ધમકાવવાનું શરૂ કરી દીધુ હતુ.
નવજોત સિંહ સિદ્ધુ અને કપિલ શર્માના સંબંધો ખુબ જ અંગત છે. થોડા સમય પહેલા જ પંજાબમાં આવેલા સિદ્ધુના ઘરે કપિલ તેના મિત્રો સાથે પહોંચ્યો હતો અને આલુ પરાઠાનો આનંદ પણ માણ્યો હતો.