પ્રતિક્રિયા / અખ્તરને કપિલનો જવાબ, ભારતને પૈસા માટે મેચ રમવાની જરૂર નથી, ખેલાડીઓના જીવ ખતરામાં ન મૂકી શકીએ

kapil dev on shoaib akhtars proposal said india does not need money and can not have cricket right now

હાલમાં જ પાકિસ્તાનના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે કોરોના રિલીફ ફંડ માટે ભારત અને પાકિસ્તાને એકજૂટ થઈને એકબીજાની મદદ કરવા અને ભારત પાકિસ્તાન વચ્ચે ત્રણ વનડે મેચની સીરિઝનું આયોજન કરીને ફંડ એકઠું કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. જોકે, આ પ્રસ્તાવ પર ભારતના ભૂતપૂર્વ કેપ્ટન અને 1983માં ભારતને પ્રથમવાર વર્લ્ડ ચેમ્પિયન બનાવનારા કપિલ દેવે અખ્તરને આડે હાથ લેતા કહ્યું-ક્રિકેટ મેચ માટે ભારતના લોકોનો જીવ જોખમમાં મૂકીને પૈસા મેળવવાની ભારતને જરૂર નથી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ