બ્રેકિંગ ન્યુઝ
Bhushita
Last Updated: 11:40 AM, 19 September 2020
ADVERTISEMENT
કાન્યે વેસ્ટે અનેક ટ્વિટ કર્યા છે તેના પરથી ખ્યાલ આવી જાય છે કે તેઓએ આવું શા માટે કર્યું. તેઓએ મ્યુઝિક કંપનીની આલોચના કરતાં આ વાતનો વિરોધ કર્યો કે એક કલાકારના સંગીત પર તેનો નહીં પણ મ્યુઝિક લેબલ્સનો હક હોય છે. વિરોધના રૂપમાં તેઓએ ગ્રૈમી એવોર્ડ પર પેશાબ કરીને વીડિયો પોસ્ટ કર્યો છે.
Trust me ... I WONT STOP pic.twitter.com/RmVkqrSa4F
— ye (@kanyewest) September 16, 2020
ADVERTISEMENT
કાન્યે માફી માંગે તેવી અપીલ કરી રહ્યું છે સોશ્યલ મીડિયા
કાન્યેએ આ વીડિયોને પોસ્ટ કરતાં કહ્યું છે કે હું રોકાઈશ નહીં. કાન્યેએ પોતાના મ્યુઝિક કોન્ટ્રાક્ટના પેજ શેર કર્યા છે અને તેની સાથે કહ્યું કે આ આધુનિક સમયની ગુલામીથી આઝાદ થવા ઈચ્છે છે. સોશ્યલ મીડિયા યૂઝર તેને ટ્રોફીનું અપમાન ગણાવી રહ્યા છે અને કાન્યેને નિશાન બનાવી રહ્યા છે. તેમની આ હરકત માટે તેમને માફી માંગવાનું પણ કહેવામાં આવી રહ્યું છે.
ગ્રૈમી એવોર્ડ અમેરિકી ટીવી અને સિને જગતની પ્રતિષ્ઠિત ઓળખ છે જેને મેળવવું દરેકની ઈચ્છા હોય છે. કદાચ ગ્રૈમી એવોર્ડ્સના ઈતિહાસમાં પહેલી વાર તેની અવમાનના કરાઈ છે. ઉલ્લેખનીય છે કે કાન્યે વેસ્ટ અમેરિકી ટીવી સ્ટાર કિમ કાર્દિશિયાના પતિ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.