બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / kantara chapter 1 first look rishab shetty fierce god avatar is spine chilling plays this character

મનોરંજન / કાંતારા ચેપ્ટર 1 નો ફર્સ્ટ લુક જોયો? એક મિનિટનો વીડિયો જોઈને રૂંવાડા ઊભા થઈ જશે, શું કોઈ દેવનો રોલ નિભાવી રહ્યો છે ઋષભ શેટ્ટી?

Last Updated: 04:47 PM, 29 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

‘કાંતારા: ચેપ્ટર 1’નો ફર્સ્ટ લુક ટીઝર રિલીઝ કરવામાં આવ્યો છે. ફિલ્મ ‘કાંતારા: ચેપ્ટર 1’માં આ માઈથોલોજિકલ કહાની પર વધુ ફોકસ કરવામાં આવશે. ઋષભ શેટ્ટીનો આ લુક પ્રચંડ યોદ્ધા જેવો છે.

  • ‘કાંતારા: ચેપ્ટર 1’નો ફર્સ્ટ લુક ટીઝર રિલીઝ
  • માઈથોલોજિકલ કહાની પર વધુ ફોકસ કરવામાં આવશે
  • ઋષભ શેટ્ટીનો લુક પ્રચંડ યોદ્ધા જેવો

ડાયરેક્ટર અને અભિનેતા ઋષભ શેટ્ટી ફિલ્મ ‘કાંતારા’ને કારણે છેલ્લા એક વર્ષથી નેશનલ સેંસેશન બની ગયા છે. આ ફિલ્મ કન્નડ ભાષામાં બનાવવામાં આવી હતી. આ ફિલ્મના કારણે એવો માહોલ બન્યો કે, આ ફિલ્મ હિંદી સહિત અનેક ભાષાઓમાં રિલીઝ કરવામાં આવી હતી. 

હવે ‘કાંતારા: ચેપ્ટર 1’નો ફર્સ્ટ લુક ટીઝર રિલીઝ કરવામાં આવ્યો છે. ફિલ્મ ‘કાંતારા’માં દક્ષિણ કર્ણાટકની એક માઈથોલોજિકલ કહાની દર્શાવવામાં આવી હતી. હવે ફિલ્મ ‘કાંતારા: ચેપ્ટર 1’માં આ માઈથોલોજિકલ કહાની પર વધુ ફોકસ કરવામાં આવશે. 

ઋષભ શેટ્ટીનો લુક
ફિલ્મ ‘કાંતારા’નો છેલ્લો સીન જ્યાં પૂરો હતો ત્યાંથી ફિલ્મ ‘કાંતારા: ચેપ્ટર 1’ના ટીઝરની શરૂઆત થાય છે. ફિલ્મ ‘કાંતારા: ચેપ્ટર 1’ના ફર્સ્ટ લુક વિડીયોમાં શિવા આ જગ્યાએ ઊભો છે અને આકાશમાં ચંદ્ર તરફ જોઈ રહ્યો છે. વિડીયોમાં ગુલિગા દેવનો અવાજ સંભળાઈ રહ્યો છે કે, ‘આ રોશની નથી દર્શન છે. જે થઈ ગયું અને જે થશે, તે આ રોશનીમાં દેખાશે.’ ત્યારપછી ઋષભ શેટ્ટી અલગ અવતારમાં જોવા મળે છે. જંગલના અંધારામાં એક ગુફા જોવા મળી રહી છે. 

ઋષભ શેટ્ટીનો આ લુક પ્રચંડ યોદ્ધા જેવો છે, જે માથુ નીચું કરીને ઊભો છે. એક હાથમાં કુહાડી છે અને એક હાથમાં ત્રિશુલ, ખભા સુધી લાંબા વાળ, છાતી સુધીની દાઢી અને મજબૂત શરીર. શરીર પર લોહીના ધબ્બા છે, જેમ કે આ યોદ્ધાએ અનેક શત્રિઓને મોતને ઘાટ ઉતાર્યા છે. માથુ ઉપર કરે છે અને અજીબ આંખો જોવા મળી રહી છે. શાનદાર બેકગ્રાઉન્ડ સાથે આ વિડીયો રહસ્યમયી ફીલિંગ આપી રહ્યું છે. 

ઋષભ શેટ્ટીનું પાત્ર
ફિલ્મ ‘કાંતારા’માં કર્ણાટકના તુલૂનાક વિસ્તારની કહાની દર્શાવી છે, જેને પરશુરામ સૃષ્ટિ પણ કહેવામાં આવે છે. પરશુરામ એક શિવભક્ત હતા. ફિલ્મ ‘કાંતારા’માં પંજુરલી અને ગુલિગા આ બે દેવના નામ સાંભળવા મળે છે. અનેક સ્થળોએ એવું સાંભળવા મળે છે કે, બંને દેવ એક જ શરીરમાં વાસ કરે છે. 

ગુલિગા એક ઉગ્ર દેવતા છે અને તે દંડ આપે છે. પંજુરલી રક્ષા કરે છે, જે સંપન્નતા અને સમૃદ્ધિના આશીર્વાદ પ્રદાન કરે છે. પંજુરલી નારાજ થાય તો ગુલિગા દેવને ક્રોધ આવે છે અને તે કોપાયમાન થઈને દંડ આપે છે. 

ફિલ્મ ‘કાંતારા: ચેપ્ટર 1’ની ટીઝરમાં પંજુરલી અને ગુલિગા દેવના મિથકની કહાની જોવા મલે છે. વિડીયોમાં જોવા મળી રહ્યું છે કે, કદંબ વંશના શાસન દરમિ.ન 400 ઈસવીથી 500 ઈસવી વચ્ચેની ઘટના જોવા મળે છે. મિથકોમાં પણ જણાવવામાં આવ્યું છે કે, પંજુરલી કદંબ વંશના રાજ દરમિયાન અવતાર લીધો હતો. અનેક સ્થળોએ તેમને ભગવાન વિષ્ણુના વરાહ અવતાર સાથે જોડવામાં આવે છે. પંજુરલીના રૂપને જંગલી સુવર જેવું જણાવવામાં આવ્યું છે. 

ફિલ્મ ‘કાંતારા: ચેપ્ટર 1’ની ટીઝરમાં ઋષભ શેટ્ટીના લાંબા વાળ અને કાનમાં કુંડળ જોવા મળે છે. જેનો આકાર જંગલી સુવરના દાંત જેવો છે. હાથમાં ત્રિશુલ છે, જે પંજુરલીના હાથમાં હોય છે. પંજુરલીના ચિત્રોમાં મુગટ દર્શાવ્યું છે, ઋષભ શેટ્ટીનો લુક પંજુરલી દેવ જેવો લાગી રહ્યો છે. ફિલ્મ ‘કાંતારા: ચેપ્ટર 1’ 2024માં રિલીઝ થશે, પરંતુ તારીખ જાહેર કરવામાં આવી નથી. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Rishab Shetty kantara chapter 1 kantara chapter 1 first look rishab shetty character in kantara chapter 1 rishab shetty kantara chapter 1 look entertainment
Vikram Mehta
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ