કાનપુરમાં 6 વર્ષની એક ટેણીએ મમ્મીનું લફરું ખુલ્લું પાડ્યું હતું. બાળકીએ નોકરીએથી ઘેર આવેલા તેના પપ્પાને મમ્મીના લફરાની જાણ કરીને તેને પકડાવી હતી.
કાનપુરની 6 વર્ષની ટેણીએ પકડ્યું મમ્મીનું લફરું
નોકરીએથી ઘેર આવેલા પિતાને કહી હકીકત
કહ્યું-તમારા ગયા બાદ આવે છે અંકલ
મમ્મી તેમની સાથે બિસ્તર પર સુવે છે
યુપીના કાનપુરમાં છ વર્ષની દીકરીએ તેની મમ્મીનું લફરું પકડી પાડ્યું હતું. આટલી નાની ઉંમરે તેને ખબર પડી ગઈ કે મમ્મી જે કરી રહી છે તે સારું નથી તેથી તેણે તેના પપ્પાને કહી દીધું અને આ રીતે તેનું આખું લફરુ બહાર આવ્યું હતું. એ તો સારું થયું કે 6 વર્ષની દીકરીએ તેના પિતાને મમ્મીની આ હરકતો વિશે જાણ કરી દીધી અને તે પછી તે પકડાઈ ગઈ નહીંતર પતિના નાક નીચે જ પત્નીના રંગરેલિયા ચાલું રહ્યાં હોત. આ કેસમાં દીકરીએ ખૂબ હિંમતથી રંગીજ મિજાજી મમ્મીને પકડાવી દીધી.
પરણેલી મહિલાના પ્રોપર્ટી ડિલર સાથે રંગરેલિયા
ઉત્તર પ્રદેશના કાનપુરના નૌબસ્તામાં પતિ દ્વારા પત્ની સાથે દગો કરવાનો મામલો સામે આવ્યો છે. આ સમાચાર સામે આવ્યા બાદ સમગ્ર વિસ્તારમાં તેની ચર્ચા થઈ રહી છે. મહિલા તેના પતિના હાથે રંગે હાથે ઝડપાઈ હતી જ્યારે તે તેના જ ઘરના નજીકના માણસ સાથે રુમમાં રંગરેલિયા મનાવતી હતી.
પ્રોપર્ટી ડીલર સાથે કેવી રીતે પડી પ્રેમમાં
ડોક્ટર પતિના કામ પર ગયા બાદ પત્ની તેના આશિકને ઘેર બોલાવીને રંગરેલિયા મનાવતી. મહિલા એક પ્રોપર્ટી ડીલરના પ્રેમમાં પડી હતી અને તેની સાથે શરીરસંબંધ બાંધવા લાગી હતી. પતિ અને પુત્ર ઘરે હાજર ન હોય ત્યારે ઘણીવાર ડોક્ટર સાથે પ્રોપર્ટી ડીલર તેના ઘેર આવતો અને આ દરમિયાન બન્નેની આંખો મળી અને દોસ્તી પ્રેમમાં પલટાઈ ત્યાર બાદ શરીરસંબંધ પણ બંધાવા લાગ્યાં. બન્ને એટલા બધા બેશરમ બન્યાં કે 6 વર્ષની દીકરી સામે સંબંધ બનાવવા લાગ્યાં અને અશ્લિલ હરકતો પણ કરવા લાગ્યાં.
6 વર્ષની દીકરીએ આવી રીતે ખોલી પોલ
6 વર્ષની દીકરી તેની મમ્મીની આ હરકતો ઘણા સમયથી જોઈ રહી હતી અને એક દિવસ તેણે ભોળાભાવે પિતાને આ બધી વાત કરી દીધી. એક દિવસ પિતાને વાત કરતાં દીકરીએ કહ્યું કે પપ્પા, તમારા ગયા પછી એક અંકલ આવે છે અને મમ્મીને લઈને બિસ્તર પર જાય છે. છોકરીએ તેના પિતાને કહ્યું કે તમે ઘરે ન હોવ ત્યારે એક કાકા ઘરે આવે છે અને મમ્મીને રૂમમાં લઈ જાય છે. એકવાર તેણે મારા ગાલ પર ચુંબન કર્યું અને જો હું તેમના વિશે કોઈને કહીશ તો મને મારી નાખવાની ધમકી આપી.
દીકરીની વાત માનીને પતિએ પ્લાનથી પકડાવી
દીકરીની આવી વાત સાંભળીને પિતાને ખબર પડી ગઈ કે પત્ની બદચલન છે અને તેને રંગે હાથે પકડવાનો પ્લાન કર્યો. ગત બુધવારે તે હોસ્પિટલ જવાનું કહીને ઘરેથી નીકળ્યો હતો પરંતુ અધવચ્ચે પાછો આવ્યો હતો અને ત્યાં જઈને જોયું કે પત્ની પ્રોપર્ટી ડીલર સાથે રુમમાં હતી, બન્નેનો અવાજ આવતો હતો. પતિએ ચુપચાપ બહારથી દરવાજો બંધ કરીને તાળું મારી દીધું અને 111 પર ફોન કરીને પોલીસ બોલાવી લીધી. પોલીસે ડોક્ટરની ફરિયાદ પર કેસ નોંધ્યો હતો અને ચંદૌલી નિવાસી પ્રોપર્ટી ડીલર રાકેશ રોશન ત્યાગીની ધરપકડ કરી હતી અને તેને જેલમાં મોકલી આપ્યો હતો.
મહિલા વ્યવસાયે ટીચર, બે બાળકોની માતા
મહિલા વ્યવસાયે શિક્ષિકા છે અને બે બાળકોની માતા છે. મોટો દીકરો 15 વર્ષનો છે અને નાની દીકરી છ વર્ષની છે. પતિ ફતેહપુરમાં ડોક્ટર તરીકે પોસ્ટેડ છે. તે ખુબી સુખી સંપ્પન પરિવારની છે.