બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 06:59 PM, 3 August 2024
ઉત્તર પ્રદેશના કાનપુરથી એક હૃદયદ્રાવક વીડિયો સામે આવ્યો છે. કિદવાઈ એરિયામાં સ્કૂલમાંથી બંક મારીને 4 છોકરાએ કાર હાથમાં આવતાં રોડ પર અટકચાળા કર્યાં હતા પરંતુ તેમના અટકચાળામાં એક મહિલાનું મોત થયું અને તેની દીકરીને ગંભીર ઈજા થઈ હતી.
ADVERTISEMENT
UP : कानपुर में प्राइवेट स्कूल के 4 नाबालिक छात्र स्कूल बंक करके कार से घूमने निकले। 100 से ज्यादा स्पीड पर कार दौड़ा रहे थे। स्कूटी सवार मां बेटी को टक्कर मार दी। मां की मौत हो गई, बेटी घायल है। कार में 2 लड़के, 2 लड़कियां (चारों नाबालिग) थे। pic.twitter.com/iQNZtcO6vT
— Sachin Gupta (@SachinGuptaUP) August 3, 2024
કાર હાથમાં આવતાં બેફામ બન્યાં છોકરા
ADVERTISEMENT
17 વર્ષનો છોકરો તેનો દોસ્ત સાથે રસ્તા પર સ્ટંટ કરી રહ્યો હતો. તેમને 100ની સ્પીડે કાર ચલાવી હતી આ દરમિયાન સામેથી સ્કૂટીને કાર જોરદાર ટકરાવી હતી જેમાં સ્કૂટી સવાર મહિલાનું મોત થયું અને તેની દીકરીને ગંભીર ઈજા પહોંચી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે માતા અને દીકરી અલગ અલગ દિશામાં 30 ફૂટ દૂર પડ્યાં હતા. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સિક્યોરિટી કેમેરામાં કેદ થઈ ગઈ હતી, જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કેવી રીતે દુર્ઘટના સમયે ભાવના મિશ્રા નામની મહિલા તેની પુત્રી સાથે ડૉક્ટરને મળીને પરત ફરી રહી હતી, ત્યારે કાર અથડાઈ હતી. અકસ્માત બાદ તરત જ પસાર થતા લોકોની મદદથી પીડિતોને હોસ્પિટલ લઈ જવામાં આવે છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, "મહિલાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે, જ્યારે બાળકીના શરીર પર અનેક જગ્યાએ ફ્રેક્ચર છે, જેની સારવાર ચાલુ છે.
વધુ વાંચો : PGમાં રહેતી UPSCની હોનહાર છોકરીએ આપઘાત કરીને રડાવી દીધાં, શું લખ્યું નોટમાં?
ઘટનાને નજરે જોનાર લોકોએ શું કહ્યું
આ ઘટનાને નજરે જોનાર લોકોએ એવું કહ્યું કે કારમાં બે છોકરાઓ અને બે છોકરીઓ પણ હાજર હતા. બધા સગીર હતા અને સ્કૂલ બંક કર્યા પછી ફરવા નીકળ્યા હતા સગીર છોકરાની ધરપકડ કરવામાં આવી છે. તેમની પાસે ડ્રાઈવિંગ લાઇસન્સ નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.