બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / kanpur girlfriend danced at boyfriend tilak ceremony committed suicide on wedding day

પ્રેમભગ્ન / પ્રેમીની સગાઈમાં જોરદાર નાચી પ્રેમિકા, લગ્નના દિવસે ગળેફાંસો ખાધો, સુસાઈડ નોટ લખી

Hiralal

Last Updated: 04:05 PM, 28 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યુપીના કાનપુરમાં એક છોકરીએ તેના પ્રેમીના લગ્નના દિવસે જ ઘેર ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો.

યુપીના કાનપુરથી એક અનોખી પણ કરુણ પ્રેમકહાની સામે આવી છે. પ્રેમીના લગ્નના દિવસે જ પ્રેમિકાએ આપઘાત કરીને મોત વ્હાલું કરી લીધું હતું. છોકરી પોતાના પ્રેમીના બીજે થયેલા લગ્નથી આઘાતમાં હતી અને લગ્નના દિવસે જ તેણે ગળેફાંસો ખાઈ લીધો હતો. થોડા દિવસ પહેલા છોકરી પ્રેમીની સગાઈમાં પણ ગઈ હતી અને જોરદાર ડાન્સ પણ કર્યો હતો અને થોડા દિવસ બાદ પ્રેમીના લગ્ન થયા બસ આ જ દિવસ તેના જીવનનો છેલ્લો દિવસ બન્યો. 

છોકરીએ સુસાઈડ નોટ પણ લખી 
આપઘાત કરનારી છોકરી સુસાઈડ નોટ પણ લખી છે. યુવતીએ પોતાની બે પાનાની સ્યુસાઇડ નોટમાં લખ્યું છે કે, 'મમ્મી પાપા મને માફ કરી દેજો. હું આ ખોટું પગલું ભરી રહ્યો છું. હું છેલ્લા કેટલાક દિવસોથી ડિપ્રેશનમાં છું. જેના કારણે હું ફાંસી લગાવીને આત્મહત્યા કરી રહી છું. મારી આત્મહત્યા માટે કોઈ જવાબદાર નથી. 

પ્રેમીના તિલકના દિવસે છોકરીએ કર્યો હતો જોરદાર ડાન્સ
આ છોકરીએ થોડા દિવસ પહેલા પ્રેમીની સગાઈ (તિલક)માં ડાન્સ પણ કર્યો હતો ત્યારે કોઈને ખબર નહોતી કે ડાન્સ કરીને મહેમાનોને પ્રભાવિત કરી નાખનારી આ છોકરી આટલી બધી દુખી હશે. તેણે પ્રેમીના લગ્નના દિવસે ગળેફાંસો લગાવ્યો હતો. 

એકલી ભાડે રહેતી હતી 
કાનપુરમાં રામનારાયણની 30 વર્ષીય પુત્રી સંગીતા યાદવ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કમ્પ્યુટર ઓપરેટર હતી. તે છેલ્લા છ મહિનાથી આંબેડકરપુરમમાં મનોરમા દેવીના મકાનમાં ભાડે રહેતી હતી. મંગળવારે સંગીતાએ પોતાના રૂમમાં દુપટ્ટાથી ફાંસી લગાવી લીધી હતી. લાશ લટકતી જોઇ મકાનમાલિકે પોલીસ અને પરિવારજનોને જાણ કરી હતી. પોલીસે ઘટના સ્થળેથી બે પાનાની સ્યુસાઇડ નોટ કબજે કરી હતી. 

સંકળાયેલા મુદ્દાઓ

kanpur girlfriend kanpur girlfriend death કાનપુર ગર્લ ડેથ kanpur girlfriend suicide
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ