વિકાસ દુબેની ધરપકડ બાદ અનેક રાજકારણી અને બિઝનેશમેનના શ્વાસ અધ્ધર થઈ ગયા છે. એવી શંકાઓ સેવાઈ રહી છે કે તેને છાવરનારા અનેક લોકોની પોલ ખુલવાની શક્યતા છે. ત્યારે હાલમાં તો મધ્ય પ્રદેશના ભાજપના એક નેતા ખૂબ ચર્ચામાં છે. મનાઈ રહ્યુ છે કે વિકાસ દુબે તેમના સંપર્કમાં હતો. આ પ્રમુખમંત્રી એમપીમાં 2019માં લોકસભા ચુંટણીમાં કાનપુર બુંદેલખંડ વિસ્તારના ભાજપના પ્રમુખ પ્રભારી રહ્યા હતા.
કેન્દ્ર અને રાજ્યની ચૂંટણી વખતે અનેક નેતાઓને પ્રચાર માટે મોકલવામાં આવતા હતા
વિકાસ દુબે પોતાના આ સંબંધને કારણે સલામત ઉજ્જૈન પહોંચ્યો
તેણે મધ્ય પ્રદેશના અનેક નેતાઓ સાથે સંબંધ કેળવ્યો હતો
એવું મનાઈ રહ્યું છે કે વિકાસ દુબે ઘણી વખત આ મંત્રીને મળ્યો છે. લોકોનું માનવું છે કે વિકાસ દુબે પોતાના આ સંબંધને કારણે સલામત ઉજ્જૈન પહોંચ્યો અને તેણે જાતે સરેન્ડર કર્યુ. એવું પણ મનાઈ રહ્યું છે કે વિકાસ દુબેના મધ્યપ્રદેશ સરકારના અનેક મોટા માથાઓ સાથે સંપર્ક છે. આ જ કારણે તેની ધરપકડની આખી સ્ટોરી ઉભી કરવામાં સફળતા મળી છે.
વિકાસના મહાકાલ મંદિર પહોંચવા અને ધરપકડ પાછળ અનેક ઘટનાઓ બને છે. વિકાસ દુબે પૂજા માટે અવારનવાર મહાકાલ અને દતિયાના પીતામ્બરા દેવી જતો હતો. આ દરમિયાન તેમણે મધ્ય પ્રદેશના અનેક નેતાઓ સાથે સંબંધ કેળવ્યો હતો. એવું પણ મનાઈ રહ્યું છે કે એમપી સરકારના એક મંત્રીનું દતિયા સાથે સીધો સંબંધ છે.
આ મુદ્દે ભાજપના સ્થાનીક નેતાએ સીધું કંઈ પણ કહેવાની ના પાડી છે. ત્યારે નેતાઓનું કહેવું છે કે કેન્દ્ર અને રાજ્યની ચૂંટણી વખતે અનેક નેતાઓને પ્રચાર માટે મોકલવામાં આવતા હતા. એથી વધારે કંઈ નહીં